રેપર-સિંગર બાદશાહને ગુરુગ્રામ પોલીસે ફટકાર્યો મોટો દંડ
મુંબઈ, રેપર-સિંગર બાદશાહને એક ભૂલ ભારે પડી છે. ગુરુગ્રામ પોલીસે રેપર-સિંગરનું ટ્રાફિક નિયમો ફોલો ન કરવાના કારણે ચલણ કાપ્યું છે. બાદશાહ ગુરુગ્રામમાં એક કોન્સર્ટમાં સામેલ થવા માટે આવ્યો હતો. જે ગાડીમાં બાદશાહ સવાર હતો, તે ગાડી રોંગ સાઈડમાં ચલાવવામાં આવી રહી હતી.
ત્યારે ટ્રાફિક પોલીસે બાદશાહનું ચણલ કાપ્યું છે. બાદશાહ ગુરુગ્રામના સેક્ટર ૬૮માં એયરિયા મોલમાં આયોજિત કરણ ઔજલાના કોન્સર્ટમાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાદશાહ બ્લેક રંગની થાર કારમાં ગુરુગ્રામ પહોંચ્યો હતો. આ ગાડી પાણીપતના એક યુવકના નામે રજિસ્ટર્ડ છે.
બીજી તરફ બાદશાહની કાર રોંગ સાઈડમાં ચલાવવા પર સોશિયલ મીડિયા પર લોકોએ સવાલો ઉઠાવતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને કાર્યવાહી કરતા ટ્રાફિકના નિયમો તોડવા બદલ રેપર-સિંગરને મોટો દંડ ફટકાર્યાે છે. તમને જણાવી દઈએ કે, રોંગ સાઈડમાં ગાડી ચલાવવા બદલ ગુરુગ્રામ પોલીસે બાદશાહ પાસેથી મોટો દંડ વસૂલ્યો છે. તેના પર ૧૫,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.
આ સાથે જ ગુરુગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજામાં લઈ લીધા છે. તમને જણાવી દઈએ કે, બાદશાહ પહેલા પણ ઘણા સેલેબ્સે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
તાજેતરમાં જ જ્યારે કાર્તિક આર્યન મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો ત્યારે તેણે નો પાર્કિંગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરી હતી. આ કારણોસર તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. વરુણ ધવનનું પણ એકવાર ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઈ-ચલણ કાપવામાં આવ્યું હતું.SS1MS