‘એક દો તીન’ની રીમેક માટે રાશા થડાની પરફેક્ટ: માધુરી

મુંબઈ, માધુરીના ડાન્સ સોંગ, તેનો અંદાજ, તેનો ડાન્સ અને તેનાં એક્સ્પ્રેશન આજે પણ એવરગ્રીન અને ઓલટાઇમ ફેવરીટ છે, આજે પણ ઘણી હિરોઇન માધુરી સાથે સરખામણીથી બચવા તેનાં ગીતો પર ડાન્સ કરવાનું ટાળે છે. પરંતુ હવે માધુરી રાશાના ડાન્સની દિવાની થઈ છે.
તાજેતરમાં એક ઇવન્ટમાં જ્યારે તેને પૂછાયું કે તેનાં આઇકોનિક ગીત ‘એક દો તીન’ને આજની કઈ હિરોઇન ન્યાય આપી શકે, ત્યારે તેણે તરત જ રવિના ટંડનની દિકરી રાશા થડાનીનું નામ લીધું હતું. માધુરીએ રાશાની ડાન્સિંગ સ્કીલ અને લચકનાં વખાણ કર્યાં હતાં.
માધુરીનું ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘તેઝાબ’નું આ ગીત આજે પણ યાદગાર છે.માધુરીએ રાશાનાં ગ્રેસફુલ ડાન્સના વખાણ કર્યાં અને તેનાં ‘ઉઇ અમ્મા’ ગીતનો પણ ઉલ્લેખ કર્યાે હતો. રાશાની ફિલ્મ ‘આઝાદ’માં તેણે રાશાના એનર્જેટીક પર્ફાેર્મન્સના પણ વખાણ કર્યા હતા.
આઝાદનું આ ગીત જાન્યુઆરીમાં રિલીઝ થયું હતું. તે ગીત બહુ ઝડપથી લોકોના ધ્યાનમાં આવી ગયું હતું. આ ફિલ્મમાં અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન લીડ રોલમાં છે, જેમાં રાશા જાનકી નામની છોકરીનો રોલ કરે છે. અભિષેક કપુરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અજય દેવગન, મોહિત મલ્લિક અને પિયુષ મિશ્રા પણ મહત્વના રોલમાં છે. આઝાદ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી.
તાજેતરમાં રાશાએ પોતાનો ૨૦મો જન્મદિવસ પણ ઉજવ્યો હતો, જેમાં ઇમબ્રાહીમ અલી ખાન, તમન્ના ભાટીયા, મનિષ મલ્હાત્રા અને વીર પહારિયા સહીતનાં લોકો હાજર રહ્યાં હતાં. બ્લેક થીમ પર યોજાયેલી તેની બર્થડે પાર્ટીના ફોટો અને વીડિયો વાયરલ થયાં હતાં.
રવિનાએ પણ દિકરીના જન્મ દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ લખી હતી. સાથે તેનાં બાળપણની કેટલીક યાદો પણ તાજા કરી હતી.SS1MS