ઈરફાન પઠાણની સાથે રાશિદ ખાને ડાન્સ કર્યો
નવી દિલ્હી, વર્લ્ડ કપ ૨૦૨૩માં અફઘાનિસ્તાન ચર્ચામાં છે. આ ટીમે મેગા ઈવેન્ટના બીજા સપ્તાહમાં ઈંગ્લેન્ડને હરાવીને પોતાની ઓળખ બનાવી હતી. આ પછી પાકિસ્તાનને ખરાબ રીતે કચડ્યું છે. પાકિસ્તાન સામેની જીત બાદ ચેપોક સ્ટેડિયમમાં અફઘાન ચાહકોનો શોરબકોર જાેવા મળ્યો હતો. મેચ ભારતમાં હોવાથી ભારતીય ચાહકોએ પણ આ રોમાંચક મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો.
તેમાંથી એક નામ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ઈરફાન પઠાણનું છે જેણે પાકિસ્તાનની હાર પર ખુશી વ્યક્ત કરી હતી. ઈરફાન પઠાણે કોમેન્ટ્રી બોક્સમાં આખી મેચની મજા માણી હતી. આ પછી જ્યારે અફઘાનિસ્તાને પાકિસ્તાનને ૮ વિકેટથી હરાવ્યું ત્યારે તે ભાંગડા કરતો જાેવા મળ્યો હતો. ઈરફાન પઠાણની સાથે અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને પણ જાેરશોરથી ડાન્સ કર્યો હતો.
બંને ખેલાડીઓનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ભાંગડાને યાદગાર બનાવતા ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાશિદ સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. ઈરફાને લખ્યું, ‘રાશિદ ખાને પોતાનું વચન પૂરું કર્યું અને મેં મારું વચન પૂરું કર્યું. પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શાનદાર બેટિંગ કરીને ૨૮૩ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જે પછી ખરી જવાબદારી બોલરોની હતી. પરંતુ પેસરોથી લઈને સ્પિનરો સુધી બધાએ કેપ્ટનને નિરાશ કર્યા. શાહીન આફ્રિદી અને હસન અલીને ૧-૧ સફળતા મળી હતી જ્યારે સ્પિનરો એક પણ વિકેટ મેળવી શક્યા ન હતા. પરિણામે પાકિસ્તાનને અફઘાન ટીમ સામે ૮ વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સ્પર્ધા જૂની છે. પરંતુ અફઘાનિસ્તાન હજુ સુધી આ ટીમને ODIના ઈતિહાસમાં હરાવી શક્યું નથી. પરંતુ અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપ જેવા મોટા મંચ પર પાકિસ્તાનને ઘા આપ્યો છે.SS1MS