રશ્મિએ દેવોલીના ભટ્ટાચાર્જી અને શાહનવાઝને પાઠવ્યા અભિનંદન
મુંબઈ, એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં સેલેબ્સ ક્યારે મિત્રો બની જાય અને ક્યારે મિત્રોમાંથી એકબીજાના કટ્ટર દુશ્મન બની જાય તે કહી શકાય નહીં. એક સમય એવો હતો જ્યારે ટીવી એક્ટ્રેસિસ રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચાર્જી મ્હ્લહ્લ હતા. બિગ બોસ ૧૩ દરમિયાન પણ બંને વચ્ચે ગાઢ મિત્રતા જાેવા મળી હતી.
પરંતુ જ્યારે બંને બિગ બોસ ૧૫ના ઘરમાં ગઈ ત્યારે તેમની વચ્ચે વિખવાદ થયો હતો અને કાયમ માટેના અબોલા થઈ ગયા હતા. રશ્મિ તેના આગામી પ્રોજેક્ટ તેમજ અન્ય કેટલાક નવા મિત્રો સાથે વ્યસ્ત છે તો બીજી તરફ દેવોલીના, જેણે હાલમાં જ જિમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે ફેરા લીધા હતા, તે જીવનના નવા તબક્કાને એન્જાેય કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસે ૧૪ ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર તેના લગ્નની જાહેરાત કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, રશ્મિ દેસાઈ દેવોલીનાના પતિને મળી ચૂકી છે અને આ લગ્ન પહેલા થયું હતું. ‘હા, હું એકવાર શાહનવાઝને મળી છું. કોઈ ફંક્શનમાં મુલાકાત થઈ હતી.
દેવોએ મને તેના ફ્રેન્ડ તરીકે ઓળખ કરાવી હતી. પરંતુ પ્રામાણિકતાથી કહું તો, મને તેવુ કંઈ નહોતું લાગ્યું કે તેઓ કપલ હોવાનું કહી શકું. તેમની બોડી લેન્ગવેજ પણ તેમ નહોતી દર્શાવતી. તેણે ઉમેર્યું હતું કે ‘હું દેવો માટે ખુશ છું. તેણે જીવનમાં ઘણું સહન કર્યું છે અને તે દુનિયાની દરેક ખુશીને હકદાર છે’.
દેવોલીના અને શાહનવાઝના લગ્ન પ્રાઈવેટ રહ્યા હતા. જેમાં ‘સાથ નિભાના સાથિયા’ના કો-એક્ટર્સ અને ખાસ ફ્રેન્ડ્સ વિશાલ સિંહ, ભાવિની પુરોહિત તેનો પતિ ધવલ દવે અને રશ્મિ સિંહ જ હાજર રહ્યા હતા. દેવોલીના ભટ્ટાચાર્જીએ જ્યારે હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી ત્યારે તે સીરિયલના શૂટિંગનો ભાગ હશે તેમ લોકોને લાગ્યું હતું.
જાે કે, લગ્ન કર્યા બાદ સાંજે તેણે પતિ સાથેની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘અને હા ગર્વથી કહી શકું છું કે હું પરણી ગઈ છું અને શોનુને ‘હા’ પાડી. દીવો લઈને શોધવા જાત તો પણ તારા જેવો ન મળત. તું મારી પીડા અને પાર્થનાનો જવાબ છે. આઈ લવ યુ શાનુ.
આપ સૌનો આભાર. અમને તમારી પ્રાર્થનામાં યાદ રાખશો અને આશીર્વાદ વરસાવતા રહેજાે. મિસ્ટ્રી મેન ખૂબ ફેમસ શોનુ અને તારા બધાના જીજાજી’. મિત્રોએ કોમેન્ટ કરીને કપલ પર અભિનંદનનો વરસાદ કર્યો હતો.SS1MS