રશ્મિકાને જાેઈ ફેન્સ થયા પાગલ, બાઉન્સરે ફેનને ધક્કો માર્યો

મુંબઈ, સાઉથ સિનેમાની અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો એક વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર લોકોનું દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા પોતાના બોડીગાર્ડ સાથે કોઈક ઇવેન્ટમાં જઈ રહી હતી. તે દરમિયાન ચારે તરફ રશ્મિકાના ફેન્સે પડાપડી કરી હતી. Rashmika became a fan and the crazy bouncer pushed the fan
તેવામાં રશ્મિકાના બોડીગાર્ડે એક શખસને ધક્કો મારીને હટાવી દીધો હતો, જેને જાેઈને અભિનેત્રી હેરાન થઈ ગઈ હતી અને તેણે બોડીગાર્ડને આવું કરતા રોક્યો પણ હતો ત્યારબાદ પાછળથી વધુ એક છોકરી સેલ્ફી લેવા માટે રશ્મિકા પાસે દોડતી આવે છે. રશ્મિકા મંદાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જે પ્રકારે રશ્મિકાનો બોડીગાર્ડ એક શખસને ધક્કો મારે છે. તેને જાેઈ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ નારાજ થઈ ગયા છે.
લોકોએ વીડિયોના કમેન્ટ સેક્શનમાં પોતાની ભડાશ પણ કાઢી હતી. જેટલી વાતો લોકોએ બોડીગાર્ડના વર્તનને લઈને કહી એનાથી વધારે તેમણે તે શખસ પર પણ ગુસ્સો ઉતાર્યો હતો. એક યૂઝરે લખ્યું હતું કે, મને ખરેખર એ નથી સમજાતું કે, આ બધુ કરીને અભિનેત્રી સાથે સેલ્ફી લઈને જીવનમાં શું બદલાઈ જશે. એકે તો એવું પણ લખ્યું હતું કે, જ્યારે અભિનેત્રીને કોઈ વાંધો નથી તો તેના માટે કામ કરતા બાઉન્સર્સ આવા ધક્કા કેમ મારે છે.
તો કેટલાક યૂઝર્સે લખ્યું હતું કે, આ બાઉન્સરનું વર્તન બરાબર નથી. આ યોગ્ય નથી. કારણ કે, આવા લોકોના કારણે તે સેલેબ્રિટી છે. જાેકે, આ વીડિયોમાં છેલ્લે રશ્મિકા એક મહિલા ફેનની સાથે સેલ્ફી માટે પોઝ આપતી પણ દેખાઈ હતી. તો અત્યારે રશ્મિકા પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તે રણબીર કપૂરની સાથે આવનારી ફિલ્મ એનિમલમાં જાેવા મળશે. આ ફિલ્મને સંદિપ રેડ્ડી વાંગા ડિરેક્ટ કરી રહ્યા છે. ઉપરાંત રશ્મિકા અલ્લૂ અર્જૂનની આગામી ફિલ્મ પુષ્પા ૨માં પણ જાેવા મળશે.SS1MS