રશ્મિકાએ દાંડિયા ક્વીન ફાલગુની પાઠક સાથે મુંબઈમાં કર્યા ગરબા

ફિલ્મના પ્રમોશનના ભાગ રુપે તે ગરબા ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે પોતાના ફેવરિટ ગરબા સિંગર ફાલગુની પાઠક સાથે સ્ટેજ શેર કર્યુ હતું
નવરાત્રીના રંગમાં રંગાઈ ગઈ રશ્મિકા મંદાના
મુંબઈ,અત્યારે દેશભરમાં નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ ગુજરાતના શોખીનો ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સામેલ થતા હોય છે. મુંબઈમાં ખાસકરીને મોટાપાયે ગરબાનું આયોજન થતું હોય છે.
અને આવા જ એક પ્રોગ્રામમાં પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાના પહોંચી હતી. નેશનલ ક્રશ તરીકે ઓળખાતી રશ્મિકા અત્યારે પોતાની ફિલ્મ ગુડબાયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનના ભાગ રુપે તે ગરબા ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે પોતાના ફેવરિટ ગરબા સિંગર ફાલગુની પાઠક સાથે સ્ટેજ શેર કર્યુ હતું.
રશ્મિકા મંદાનાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફોટોમાં જાેઈ શકાય છે કે રશ્મિકા અને ફાલગુની બન્નેના ચહેરા પર ખુશી અને ઉત્સાહ છે. પાછળ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ પણ દેખાઈ રહ્યા છે. રશ્મિકાએ પિન્ક અને બ્લુ આઉટફિટ પહેર્યુ હતું જ્યારે ફાલગુની પાઠક બ્લેક અને ગોલ્ડન આઉટફિટમાં જાેવા મળ્યા હતા.
ફોટોની સાથે રશ્મિકાએ લખ્યું કે, મુંબઈમાં દાંડિયા ક્વીન ફાલગુની પાઠક સાથે ઘણી સારી સાંજ પસાર કરી. હેપ્પી નવરાત્રિ. ઉલ્લેખનીય છે કે ફાલગુની પાઠકને ગરબા અને દાંડિયા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે અનેક ગરબા ગીતો ગાયા છે અને નવરાત્રીના દિવસોમાં તેમની ખૂબ બોલબાલા હોય છે. તાજેતરમાં જ ફાલગુની પાઠક નેહા કક્કરના એક ગીતના કારણે ચર્ચામાં આવ્યા હતા.
ફાલગુની પાઠકનું ગીત મેંને પાયલ…ની નેહા કક્કરે રિમેક બનાવી છે, જે લોકોનો પસંદ નથી આવ્યું. ફાલગુની પાઠકે પણ આ રિમેક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ નેહાને આ ગીતને કારણે ખૂબ ટ્રોલ કરી છે.
આ પ્રકારની ઘણી બધી પોસ્ટ ફાલગુની પાઠકે પણ શેર કરી છે. નેહા કક્કરે પણ નામ લીધા વિના ફાલગુની પાઠક તેમજ અન્ય ટ્રોલર્સને વળતો જવાબ આપ્યો હતો. રશ્મિકા મંદાનાની વાત કરીએ તો, હવે તે પ્રથમ હિન્દી ફિલ્મ ગૂડબાયમાં જાેવા મળશે.
આ ફિલ્મ ૭મી ઓક્ટોબરના રોજ રીલિઝ થશે, જેમાં તેના સિવાય નીના ગુપ્તા, પવેલ ગુલાટી, એલી અવરામ, સુનિલ ગ્રોવર અને અમિતાભ બચ્ચન મુખ્ય રોલમાં જાેવા મળશે. ફિલ્મનું ડાઈરેક્શન વિકાસ બહેલે કર્યું છે અને ફિલ્મને એકતા કપૂરના બાલાજી મોશન પિક્ચર્સે કો-પ્રોડ્યુસ કરી છે.ss1