નવી નવેલી દુલ્હનની જેમ સજી ધજી રશ્મિકા મંદાના
મુંબઈ, વર્ષ ૨૦૨૧માં આવેલી ‘પુષ્પા ધ રાઇઝ’નો જલવો ત્રણ વર્ષ પછી પણ એવોને એવો છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. અલ્લુ અર્જૂનની ભૂમિકાથી લોકો પ્રેરિત થઇ ગયા અને ખૂબ વખાણ કરવા લાગ્યા. આ ફિલ્મમાં રÂશ્મકા મંદાના પણ લીડ એક્ટ્રેસના રોલમાં હતી.
એક્ટ્રેસની એક્ટિંગ પણ લોકોને ખૂબ ગમી હતી. જો કે રશ્મિકાની એક્ટિંગએ લોકોનું દિલ જીતી લીધુ હતુ. ફેન્સને હવે અપકમિંગ સીક્વલની રાહ જોઇને બેઠા છે. આ ફિલ્મના પોસ્ટર્સ અને ટીઝરે ફેન્સના ધબકારા વધારી દેતા છે.
જો કે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ઝડપથી શૂટિંગ પૂરું કરવામાં વ્યસ્ત છે. હાલમાં પુષ્પા ૨ના સેટ પરથી રશ્મિકા મંદાનાની એક તસવીર સામે આવી છે જે ઝડપથી વાયરલ થઇ રહી છે. સામે આવેલી આ તસવીરે સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી દીધી છે. ફેન્સ પણ આ તસવીર જોઇને વિચારમાં પડી ગયા છે અને સુપર એક્સાઇટેડ થઇ ગયા છે.
સામે આવેલી આ તસવીરમાં રÂશ્મકા લાલ સાડી, માંગમાં સિંદૂર અને હેવી જ્વેલરી પહેરેલી નજરે પડે છે. રÂશ્મકા મંદાનાનો આ ગેટ અપ પુષ્પા ૨માં નજરે પડશે.
જો કે આ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે શ્રીવલ્લી આ પાર્ટીમાં પુષ્પા જ હશે. આ ફિલ્મથી રÂશ્મકાનો પહેલો લુક સામે આવી ગયો છે. ફિલ્મની કહાની હવે અહીંયાથી આગળ વધશે. લગ્ન કરેલા પુષ્પરાજ કેવી રીતે રોલ કરશે એ તમને કહાનીમાં જોવા મળશે.
આ સાથે અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સ આવશે. રÂશ્મકા મંદાનાનો આ લુક કમાલનો છે. સોનાના ઘરેણાં અને લાલ સાડીમાં ખૂબસુરત સાઉથ ઇન્ડિયન દુલ્હન લાગી રહી છે.
આ સાથે હાથમાં લીલા અને લાલ રંગની બંગડીઓની સાથે વાળમાં નારંગી રંગના ફૂલનો ગજરો પણ લગાવ્યો છે. હાઇ સિક્યોરિટીની વચ્ચે આગળ વધતી જોવા મળી રહી છે. સેટ પરથી અલ્લૂ અર્જૂનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ ધોતી અને કુર્તામાં નજરે પડે છે જેમાં પુષ્પારાજ વાળી સ્ટાઇલ જોવા મળી રહી છે.SS1MS