‘છાવા’માં મહારાણી યેસુબાઈના રોલમાં રશ્મિકાએ રંગ જમાવ્યો

મુંબઈ, ભારતીય ઈતિહાસમાં પોતાના ધર્મને ટકાવવા માટે મુગલ બાદશાહ ઔરંગઝેબની અસહ્ય યાતનાઓ વેઠનારા છત્રપતિ સંભાજી મહારાજના જીવન આધારિત ફિલ્મ ‘છાવા’નું પ્રમોશન પૂર જોશમાં ચાલી રહ્યું છે.
વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કર્યાે છે, જ્યારે તેમનાં પત્ની મહારાણી યેસુબાઈના રોલમાં રશ્મિકા મંદાના છે. ફિલ્મમાં રશ્મિકાના ફર્સ્ટ લૂકને પોસ્ટર દ્વારા શેર કરાયું છે. રશ્મિકાએ પરંપરાગત સાડીની સાથે ભવ્ય ઘરેણાં પહેરેલાં છે. મહારાણી યેસુબાઈની ગરિમા અને ભવ્ય ઈતિહાસની ઝલક આપતા આ પોસ્ટરને રશ્મિકા અને મેડ્ડોક ફિલ્મ્સે શેર કર્યું છે.
રશ્મિકાએ પોતાના માથાને ઢાંકેલું છે અને ચહેરા પર સ્માઈલ છે. પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું છે, દરેક મહાન રાજાની પાછળ અપ્રતિમ ક્ષમતા ધરાવતી રાણી ઊભેલી હોય છે. મહારાણી યેસુબાઈ તરીકે રશ્મિકા મંદાના આવે છે. સ્વરાજ્યના ગૌરવ ‘છાવા’નું ૧૪ ફેબ્›આરીએ આગમન થશે.
આ ફિલ્મમાં અક્ષય ખન્નાએ ખૂંખાર અને ક્‰ર મુગલ બાદશાહનો રોલ કરેલો છે. અક્ષય ખન્નાનો ફર્સ્ટ લૂક શેર કરતાં પોસ્ટરમાં જણાવાયું છે કે, ડર અને દહેશતનો નવો ચહેરો. અક્ષય કુમાર આવી રહ્યા છે શહેનશાહ ઔરંગઝેબના રોલમાં. પોસ્ટરમાં અક્ષય કુમારને ઓળખવાનું ઘણું અઘરું જણાય છે. અક્ષયનો આ નવો લૂક અમિતાભ બચ્ચન સાથે સમાનતા ધરાવતો હોવાનું ઘણાં નેટિઝન્સને લાગ્યું હતું.SS1Ms