Western Times News

Gujarati News

રશ્મિકા સાથે આયુષ્માન ખુરાના આગામી ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ, ‘પુષ્પા ૨’ની જોરદાર સફળતા બાદ સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘થામા’માં જોવા મળશે. ફરી બોક્સઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. અભિનેત્રીએ આયુષ્માન ખુરાના સાથે તેની આગામી ફિલ્મ ‘થામા’ના સેટ પરથી એક વીડિયો શેર કરીને ચાહકોનો ઉત્સાહ વધાર્યાે છે.

મળતી માહિતી મુજબ આ ફિલ્મ એક હોરર કમ કોમેડી છે. ‘મુંજ્યા’ના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળવાના છે.

દરમિયાન, દિનેશ વિજન અને અમર કૌશિક આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા નિરેન ભટ્ટ, સુરેશ મેથ્યુ અને અરુણ ફુલારાએ લખી છે.

અભિનેત્રીએ હાલમાં જ ‘થામા’ના સેટ પરથી એક વીડિયો શેર કર્યાે છે.સામે આવેલો વીડિયો શેર કરતા રશ્મિકા મંદાનાએ કહ્યું હતું કે અમે બંને પહેલીવાર ફિલ્મ ‘થામા’માં સાથે કામ કરી રહ્યા છીએ. રશ્મિકાએ લખ્યું હતું કે ‘આશા છે કે તમે થામા-કે-દાર હોલિ-ડે સેલિબ્રેટ કરી રહ્યાં હશો. ૨૦૨૫માં મળીશું. મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘થામા’ દિવાળી ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના સાથે પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દીકી મહત્વની ભૂમિકામાં છે.તાજેતરમાં જ એક પોસ્ટ શેર કરતી વખતે રશ્મિકાએ ‘એનિમલ’ની પહેલી વર્ષગાંઠ પર ડિસેમ્બર મહિનાને ખાસ ગણાવ્યો હતો. પોતાના એક યૂઝરે રીલ શેર કરતી વખતે લખ્યું હતું કે ‘ડિસેમ્બર મારા માટે ખરેખર ખૂબ જ ખાસ રહ્યો.

‘એનિમલ’ પણ ગયા વર્ષે ૧ ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને પુષ્પા ૨ પણ આ વર્ષે રિલીઝ થઈ હતી.તમને જણાવી દઈએ કે ‘પુષ્પા ૨’ બોક્સ ઓફિસ પર સુપર ડુપર કમાણી કરી રહી છે. તે જ સમયે, હવે રશ્મિકાની પાસે સાજિદ નડિયાદવાલાના બેનર હેઠળ બનેલી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ પણ છે.

આ ફિલ્મ વર્ષ ૨૦૨૫માં ઈદ પર રિલીઝ થશે. તે ‘ધ ગર્લફ્રેન્ડ’ અને લક્ષ્મણ ઉતેકરની ઐતિહાસિક ડ્રામા ‘છાવા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રશ્મિકા સાથે વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.