‘મિર્ઝાપુર ૩’માં દમદાર હશે રસિકા દુગ્ગલનો રોલ

મુંબઈ, મિર્ઝાપુરની ત્રીજી સીઝનમાં ઘણા સ્ટાર્સ એન્ટ્રી કરી ચૂક્યા છે જ્યારે કેટલાક પાત્રો જૂના રહી ગયા છે. તેમાંથી એક પાત્ર ‘બીના ભાભી’નું છે. આ સીઝનમાં બીના ભાભી ઉર્ફે રસિકા દુગ્ગલ પણ જોવા મળશે.
હાલમાં જ તેણે સીઝન ૩ વિશે વાત કરી છે.તેના ઓનસ્ક્રીન સસરા સાથેના ઈન્ટીમેટ સીન અંગે અભિનેત્રીએ કહ્યું કે તે આ સીનને બોલ્ડ તરીકે જોતી નથી.
કોઈપણ સંબંધ ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચે જ રચાય છે, જે સામાન્ય બાબત છે. ઈન્ટીમેટ સીન ખૂબ જ પ્રોફેશનલ રીતે શૂટ કરવામાં આવે છે અને આ સીન પણ એ જ રીતે શૂટ કરવામાં આવ્યો હતો.
રસિકા દુગ્ગલે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે આ વખતે સિરીઝની વાર્તાના પાત્રો અલગ અંદાજમાં જોવા મળશે. જ્યાં એક તરફ ગુડ્ડુ ભૈયા એટલે કે અલી ફઝલ બાહુબલીની ભૂમિકા નિભાવશે તો બીજી તરફ કાલીન ભૈયા પોતાનો જીવ બચાવવા દોડશે.મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્મા આ સીઝનમાં જોવા નહીં મળે.
મુન્ના ભૈયાનું ગત સીઝનમાં મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં વાર્તા ખૂબ જ રસપ્રદ બનવાની છે. તેના પાત્ર વિશે વાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે તેનું પાત્ર ખૂબ જ મજબૂત બનવાનું છે.રસિકા અનુસાર, આ સીઝનમાં તે પોતાના પુત્રને કાલીન ભૈયાની ગાદી પર બેસાડવા માંગે છે અને આવી સ્થિતિમાં તે તમામ પ્રયાસો કરશે.
આ સીઝનમાં બીના ભાભી ખૂબ જ દમદાર રોલમાં જોવા મળશે.મિર્ઝાપુર ૨માં રસિકા દુગ્ગલે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા. પંકજ ત્રિપાઠીથી લઈને કુલભૂષણ ખરબંદા સુધી અભિનેત્રી ઈન્ટીમેટ થતી જોવા મળી હતી. હવે તાજેતરમાં જ રસિકાએ સિરીઝમાં આપવામાં આવેલા ઈન્ટિમેટ સીન વિશે વાત કરી છે.
અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેનો ઈન્ટીમેટ સીન કુલભૂષણ સાથે શૂટ કરવામાં આવ્યો હતો, જે તેના કરતા ઘણા મોટા હતા અને જે સિરીઝમાં તેના સસરા બન્યા હતા.
રસિકાએ કહ્યું કે- મેં નિર્માતાઓ સાથે ઈન્ટીમેટ સીન્સને લઈને ઘણી ચર્ચા કરી હતી. હું અસહજ ના અનુભવું તેનું તેમણે પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. સીન શૂટ કરતી વખતે હું ઈચ્છું તો કોઈને પણ રૂમની બહાર મોકલી શકું છું. અમે નિખાલસતા અને સંવેદનશીલતા સાથે સીન શૂટ કર્યો છે.SS1MS