એક્ટિંગ છોડી ખેતરમાં કામ કરવા લાગી રતન રાજપૂત?

રતન રાજપૂત છેલ્લે પૌરાણિક સીરિયલ સંતોષી મા- સુનાએ વ્રત કથાએ’માં સંતોષી માતાની ભૂમિકામાં જાેવા મળી હતી
મુંબઈ, અગલે જનમ મોહે બિટિયા કી કીજાે’માં લાલીનું પાત્ર ભજવી પોપ્યુલર થયેલી રતન રાજપૂત ઘણા સમયથી ટીવીના પડદાં પરથી ગાયબ છે. જાે કે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, હાલમાં તેણે જે તસવીરો શેર કરી છે, તે ચર્ચાનો વિષય બની છે.
તે જાેઈને શું રતન રાજપૂતે એક્ટિંગ છોડી દીધી તેવા સવાલ ઉઠી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં એક્ટ્રેસ ખેતરમાં અન્ય કેટલીક મહિલાઓ સાથે ખેતીકામ કરી રહી છે. તેણે કોટનની સાદી સાડી પહેરી છે. આ સાથે તેણે લખ્યું છે ‘લોકો ઘણીવાર પૂછે છે, હું ગામડામાં કેમ ફરું છું?
કેમ હું મારા પગ માટીવાળા કરું છું? કારણ કે, આ માટીમાં વસ્યો છે કાલનો ભંડાર. આ માટી, આ ગામ મને કહાણીઓ સંભળાવે છે. નવા-નવા પાત્રમાં ઢળતા શીખવે છે. એક સારી કલાકાર અને ઉમદા વ્યક્તિ બનાવે છે’. ર્રૂે્ેહ્વી ચેનલ ધરાવતી રતન રાજપૂતે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે આવાડી ગામના લોકોના ખાસ આમંત્રણ પર તે ત્યાં પહોંચી હોવાનું જણાવે છે.
રસ્તામાં તે ત્યાંના પ્રસિદ્ધ મંદિરમાં દર્શન પણ કરે છે. જ્યારે તે ગામ તરફ આગળ વધે છે, ત્યારે તેનું સ્વાગત પણ કરવામાં આવે છે. લોકો સાથે વાત કર્યા બાદ તે મહિલાઓ સાથે ખેતરમાં કામ કરવા લાગે છે. પાણી ભરેલા ખેતરમાં તે છોડ રોપવા લાગે છે.
ખેતરમાં કામ કરીને તેને મજા આવતી હોય તેમ લાગી રહ્યું છે. વીડિયોમાં રતન તેમ પણ કહી રહી છે કે, અત્યારે તે આ કામ જન્મભૂમિમાં કરી રહી છે. તે મહારાષ્ટ્રના ગામમાં રહી ચૂકી છે. તેણે ત્યાં ડુંગળી અને હળદરની ખેતી પણ કરી રહી છે. તેનો આ વીડિયો અને તસવીરો જાેયા બાદ ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે અને ટીવી સ્ક્રીન પર કમબેક કરવાની પણ કહી રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન લાગુ કરાયેલા લોકડાઉનનો સમય રતન રાજપૂતે બિહારના તેના એક ગામમાં પસાર કર્યો હતો. તે ત્યાં ચૂલા પર રોટલી બનાવતાં પણ જવા મળી હતી. તેના આ પ્રકારના વીડિયો-તસવીરો જાેઈને તેણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હોવાની અટકળો ફેન્સ લગાી રહ્યા છે.
પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, રતન રાજપૂત છેલ્લે પૌરાણિક સીરિયલ ‘સંતોષી મા- સુનાએ વ્રત કથાએ’માં સંતોષી માતાની ભૂમિકામાં જાેવા મળી હતી. આ સિવાય તે ‘વિઘ્નહર્તા’ અને ‘મહાભારત’ જેવા શોમાં પણ દેખાઈ હતી. તેણે રિયાલિટી શો ‘બિગ બોસ ૭’માં પણ ભાગ લીધો હતો.