રથયાત્રા: દરિયાપુર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કબૂતર ઉડાડી શાંતિનો સંદેશો ફેલાવ્યો
અમદાવાદ, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રથ જયારે દરિયાપુરમાં પ્રવેશ્યા ત્યારે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોમી એકતાના પ્રતિક સમા કબુતરોને આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા.
આ તકે દરિયાપુરના આગેવાન તોફીકભાઈ (રાજા સાઉન્ડ), જાવેદભાઈ તથા મુસ્લિમ ભાઈઓએ ઉપસ્થિત રહી રથયાત્રા દરમિયાન ઉપસ્થિત ભક્તોને કોઈ તકલીફ ન ન પડે તે માટે સારી સેવા બજાવી હતી. આમ રથયાત્રા દરમિયાન દરિયાપુરમાં કોમી એખલાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.