જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા પૂર્વે યોજાયેલી મંગળા આરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા-ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ પણ સામેલ થયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૬મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા.
અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતિક સમાન રથયાત્રાના પાવન અવસરે આજે વહેલી સવારે મંગળા આરતીમાં ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંધવી પણ જોડાયા હતા. સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજયકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ પણ પૂજાવિધિ અને આરતીમાં સામેલ થયા હતા.
ભગવાન જગન્નાથ પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે, ઉલ્લેખનીય છે કે દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે.