Western Times News

Gujarati News

રબર ફિંગર પ્રિન્ટ અને એપ્લિકેશન દ્વારા રેશનકાર્ડની કૂપનો કાઢી અનાજની કટકી

પ્રતિકાત્મક

બારેજામાં સરકારી અનાજ બજારમાં વેચી નાખનાર સામે કાર્યવાહી

રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખેલી ૧પ૭ રબર ફીગર પ્રીન્ટ ફીગરપ્રીન્ટ-સ્કેનર- ૬, લેપટોપ-૧ મેટ્રીકસ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

(એજન્સી)અમદાવાદ, બારેજામાં સરકારી અનાજ બારોબાર વેચી નાખનાર સામે અસલાલી પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આરોપીએ રબર ફીગર પ્રિન્ટ અને એપ્લીકેશન દ્વારા પોતાની સરકારી અનાજની દુકાનમાં ૧પ૭ રેશનકાર્ડ ધારકોની કુપનો કાઢી તેઓના નામે અનાજ મેળવી બજારરમાં છુટક વેચી કમાણી કરી હતી.

જીલ્લા પુરવઠા અધિકારીએ દરોડા પાડતાં આ પ્રકારનો ખુલાસો થતાં દુકાનમાંથી ચીજવસ્તુઓની સાથે સાથે ફીંગરપ્રીન્ટ સ્કેનર અને એપ્લીકેશન જે ફોનમાં નાખી હતી તે ફોન સહીતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બારેજા ખાતે નટવરસિંહ કેસરીસિંહ પરમાર સંચાલીત સસ્તા અનાજની દુકાનમાં અન્ય રાજયોના નાગરીકોને રેશનકાર્ડ ઉપર અનાજ મળવામાં મુશ્કેલી પડતી હોવાથી જીલ્લા પુરવઠા અધિકારીએ તપાસ કરી હતી.

તપાસ દરમ્યાન નટવરસિંહ કેસરીસિંહ પરમાર નામના આરોપીએ એક શખ્સ સાથે મળીને અનાજ બજારમાં વેચવાનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું હતું. દુકાનમાં તપાસ કરતા રેશનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર લખેલી ૧પ૭ રબર ફીગર પ્રીન્ટ ફીગરપ્રીન્ટ-સ્કેનર- ૬, લેપટોપ-૧ મેટ્રીકસ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

આ એપ્લીકેશનની તપાસ કરતા તેમાં ૯૬પ રેકર્ડ સેવા થયા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે આ એપ્લીકેશનમાં ૩૮ કાર્ડધારકોના રેશનકાર્ડ પણ મળી આવ્યા હતા. વધુ તપાસમાં સામે આવ્યું કે નટવરસિંહ કેસરીસિંહ પરમરે આ કૌભાંડ આચરવા માટે આદીલ નમના શખ્સની મદદ લીધી હતી.

આદિલે આણંદ અને વડોદરામાં કોઈ વ્યકિત સાથે મળાવવીને બે લાખમાં એપ્લીકેશન અને રબર ફીંગરપ્રીન્ટ આપ્યા હતા. જે લોકો રેશન લેવા ન આવે તેવા રેશનકાર્ડ માટે આ રબર ફીંગરપ્રીન્ટ તથા એપ્લીકેશનનો ઉપયોગ કરીને ખોટી રીતે કુપન કાઢી લેવાતી અને તે કુપન મુજબ મળતો અનાજનો જથ્થો આરોપી બજારમાં છુટક વેચાણ કરી આવક ઉભી કરતો હતો. જે મામલે અસલાલી પોલીસે નટવરસિંહ કેસરીસિંહ પરમાર અઅને આદીલ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.