Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું રેશન કાર્ડ E-KYC પૂર્ણ

file

અમદાવાદ, રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી ઈ-કેવાયસી કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં ૧.૩૮ કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે વીસીઈ દ્વારા ૧.૦૭ કરોડ નાગરિકોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યુ છે.

આમ, ‘માય- રેશન એપ’, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું ઈ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મંત્રી કુંવરજીએ વધુમાં જણાવ્યું હતું કે,

હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક ૫૪૬, ગ્રામ પંચાયતોમાં ૫૦૬, શિક્ષણ વિભાગ પાસે ૨૨૬, આંગણવાડીમાં ૩૧૧ તેમજ પોસ્ટ-બેંક હસ્તક ૨,૭૮૭ આમ કુલ ૪,૩૭૬ જેટલી આધારકીટ કાર્યરત છે. ઈ-કેવાયસીમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી ૧,૦૦૦ આધારકીટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે,ઈ-કેવાયસી પુરવઠા વિભાગ તરફથી થાય છે પરંતુ તેનો સંપૂર્ણ આધાર યુઆઈડી એટલે કે આધારકાર્ડ ઉપર છે.

આધાકાર્ડનાં નામ/અટકનાં સુધારા ન થાય ત્યાં સુધી ઈ-કેવાયસી થતું નથી. આધારકાર્ડનું કામ જીએડી પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટનાં પ્રશ્નો નિવારવા ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.