Western Times News

Gujarati News

રતુલ પુરીએ UPPCL તરફથી 425MWp પ્રોજેક્ટ હાંસલ કરીને હિન્દુસ્તાન પાવરના રિન્યૂએબલ અભિયાનને વેગ આપ્યો

5 GW પોર્ટફોલિયો હાંસલ કરવાના કંપનીના વિઝનને અનુરૂપ

નવી દિલ્હી, રતુલ પુરીની કંપની હિન્દુસ્તાન પાવરે ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) પાસેથી 425 MWp સોલર પાવર પ્રોજેક્ટ પ્રાપ્ત કર્યો છે. આ પ્રોજેક્ટ UPPCLની 2,000 MWac ગ્રીડ-કનેક્ટેડ સોલર પીવી પાવર પ્રાપ્તિ યોજનાનો એક ભાગ છે. હિન્દુસ્તાન પાવર માટે આ વ્યૂહાત્મક જીત કંપનીના વર્ષ 2028 સુધીમાં 5 GW રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો પ્રાપ્ત કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય સાથે સુસંગત છે.

પારદર્શક અને સ્પર્ધાત્મક ઈ-રિવર્સ ઓક્શન બાદ UPPCL દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA) જારી કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ STU – UP સબસ્ટેશન ઉપર ડિલિવરી પોઈન્ટ સાથે UPPCLને વીજળી સપ્લાય કરશે.

પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) મુજબ UPPCL આ સોલર પ્રોજેક્ટમાંથી  25 વર્ષના સમયગાળા માટે નિશ્ચિત ટેરિફ પર વીજળી ખરીદશે. આ પ્રોજેક્ટ પીપીએ ઉપર હસ્તાક્ષર થયાની તારીખથી 24 મહિનાની અંદર કાર્યરત થવાની અપેક્ષા છે.

અંગે પ્રતિક્રિયા આપતાં હિન્દુસ્તાન પાવરના ચેરમેન રતુલ પુરીએ જણાવ્યું હતું કે “આ જીત વર્ષ 2028 સુધીમાં અમારા 5 GW રિન્યૂએબલ એનર્જીના લક્ષ્યાંકને હાંસલ કરવાની સાથે-સાથે ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યોને આગળ વધારવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અમને ઉત્તર પ્રદેશમાં ટકાઉ ઉર્જા ઉકેલોની વધતી માગમાં યોગદાન આપવાનો ગર્વ છે અને અમે વિશ્વ-સ્તરીય સોલર પ્રોજેક્ટના નિર્માણ માટે આતુર છીએ.”

હિન્દુસ્તાન પાવર ભારતના રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. આ નવો 425 MWp સોલર પ્રોજેક્ટ દેશના હરિયાળા ભવિષ્ય તરફના પરિવર્તનમાં યોગદાન આપે છે તેમજ ઝડપથી વિકસતા સોલર એનર્જી માર્કેટમાં કંપનીની હાજરીને વધુ મજબૂત બનાવે છે. Ratul Puri, Hindustan Power, Renewable Energy, Solar

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.