રણબીર કપૂરની રામાયણમાં રવિ દુબે બનશે લક્ષ્મણ
મુંબઈ, નિતેશ તિવારીની ‘રામાયણ’ લાંબા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામનો રોલ પ્લે કરશે. સાઈ પલ્લવી માતા સિતાના રોલમાં જોવા મળશે, ફિલ્મને લઈને ઘણાં અપડેટ સામે આવતાં રહે છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે રાવણનો રોલ સાઉથ સુપરસ્ટાર યશ કરવાનો છે.
જ્યારે હનુમાનનો રોલ સની દેઓલ સાઈન કરી ચૂક્યો છે, પરંતુ આવું કંઈ થયું નથી તે સામે આવ્યું. ફિલ્મમાં અત્યાર સુધી રામ અને સિતા ફાઈનલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રામનવમીના અવસર પર આ ફિલ્મનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
આ સાથે ફિલ્મની સ્ટારકાસ્ટની પણ જાહેરાત કરવામાં આવશે. પરંતુ નિતેશ તિવારી તરફથી કોઈ પણ જાણકારી સામે આવી નથી. ફિલ્મનું કામ શરુ થઈ ગયું છે. રણબીર કપૂરે આ માટે ઘણાં લુક ટેસ્ટ પણ આપ્યા છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ કોઈ મુશ્કેલીમાં છે.
આ દરમિયાન લક્ષ્મણના રોલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા કે, અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાને ‘રામાયણ’માં લક્ષ્મણનો રોલ ઓફર થયો હતો. મળતી માહિતી મુજબ અગસ્ત્યએ આ રોલ કરવાની ના પાડી. તેનું કારણ હતું – તેના અપકમિંગ પ્રોજેક્ટ. જેના પર પહેલાથી તે કામ કરી રહ્યો છે. પરંતું હવે આ રોલ માટે ટીવી એક્ટરને ફાઈનલ કરવામાં આવી રહ્યો છે.
રણબીર કપૂરની ‘રામાયણ’ને લઈને અત્યાર સુધી ઘણાં મોટા અપડેટ સામે આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ ૭૫૦ કરોડ રુપિયાના બજેટમાં આ ફિલ્મને બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ ત્રણ પાર્ટમાં આવશે. પહેલા પાર્ટમાં માત્ર સીતા હરણની સ્ટોરી બતાવવામાં આવશે.
આ દરમિયાન ટીવીના ‘જમાઈ રાજા’ની એન્ટ્રી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ રવિ દુબે આ ફિલ્મમાં લક્ષ્મણનો રોલ પ્લે કરશે. પરંતુ એક્ટર તરફથી હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ આ સમાચાર બાદ તેના ફેન્સ ખુશ થઈ ગયા છે. ‘
જમાઈ રાજા’ નામથી પોપ્યુલર શોમાં રવિ દુબે જોવા મળ્યો હતો. તે ઘણાં હિટ શો આપી ચૂક્યો છે. શાનદાર એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેને ‘જમાઈ રાજા’ શોથી ઓળખાણ મળી હતા. થોડા સમય પહેલા તે વેબ સિરીઝમાં જોવા મળ્યો હતો. પરંતુ ફિલ્મમાં તેની ખાસ સફળતા ના મળી. ફેન્સ હવે આ ફિલ્મને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાની રાહ જોઈ રહ્યા છે.SS1MS