Western Times News

Gujarati News

રવિ તેજાની ફિલ્મ મિસ્ટર બચ્ચનનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઈ, હરીશ શંકરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ મિસ્ટર બચ્ચનનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ગયુ છે. આ પોસ્ટરમાં રવિ તેજાનો શાનદાર લુક જાેવા મળી રહ્યો છે.

બ્લેક ટીશર્ટ, બ્રાઉન જેકેટ, બ્લેક શેડ્‌સ લગાવીને બાઇક પર બેઠેલા રવિ તેજા સેમ ટુ સેમ અમિતાભ બચ્ચન જેવા જાેવા મળી રહ્યા છે. માત્ર લુક નહીં, પરંતુ લાંબી મૂછો અને એમના હેરકટ પણ ૭૦ થી ૮૦ દશકના અમિતાભ બચ્ચન સાથે મેચ થઇ રહ્યા છે.

સોશિયલ મિડીયામાં રવિનો આ લુક ખૂબ વાયરલ થઇ રહ્યો છે. રવિ તેજાની આ ફિલ્મનું નામ અને પોસ્ટરથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ અમિતાભ બચ્ચનથી ઇન્સ્પાયર્ડ છે. રવિ તેજા અમિતાભ બચ્ચનના બહુ મોટા ફેન છે. જાે કે આ મુવીને લઇને ફેન પણ એક્સાઇટેડ છે.

પોતાનો લુક શેર કરતા રવિ તેજાએ કેપ્શનમાં લખ્યુ છે કે..નામ તો સુના હોગા..મેરે પસંદીદા અમિતાભ બચ્ચન સાહબ કે નામ વાલા કિરદાર નિભાના સમ્માન કી બાત હૈ. તમને જણાવી દઇએ કે મિસ્ટર બચ્ચનનું ડાયરેક્શન હરીશ શંકરે કર્યુ છે.

આ ફિલ્મ પહેલાં પણ રવિ તેજા હરીશ શંકરની સાથે બે ફિલ્મો શોક અને મિરાપાકે કરી ચુક્યા છે. આ ફિલ્મમાં રવિ તેજા સિવાય ભાગ્યશ્રી બોરસે લીડ એક્ટ્રેસના રૂપમાં જાેવા મળશે. આ એક તેલુગુ ફિલ્મ છે જેમની સાથે ભાગ્યશ્રી બોરસે તેલુગુમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.

ફિલ્મ ૨૦૨૪માં મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. રવિ તેજાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ પહેલા તેલુગુ ટાઇગર નાગેશ્વર રાવમાં જાેવા મળ્યા હતા. હવે કાર્તિક ગટ્ટમનેના ડાયરેક્નમાં બનેલી ફિલ્મ ઇગલમાં જાેવા મળશે. ઇગલ ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ફેન્સ શાહરુખની ડંકી મુવીની રાહ જાેઇને બેઠા છે. ડંકી મુવીનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયુ છે. જાે કે અધધધ..લોકોએ એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધુ છે. ડંકી મુવી અનેક ફિલ્મોના રેકોર્ડ તોડશે એવું લાગી રહ્યું છે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.