રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે : રિવાબા જાડેજા
જામનગર, પ્રખ્યાત ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરથી ચૂંટણી લડી રહ્યા છે. રીવાબા જાડેજાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ‘રવિન્દ્ર જાડેજા મારા માટે બુસ્ટર ડોઝ છે. તેમણે કહ્યું કે જામનગર ઉત્તરમાં ભાભી અને ભાભી વચ્ચે કોઈ લડાઈ નથી. અમે બંને અલગ અલગ વિચારધારામાં માનીએ છીએ.’ રવિન્દ્ર જાડેજાની બહેન નયના પણ રાજકારણમાં છે. નયના જામનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. તેથી, વિવિધ પક્ષોમાં હોવાને કારણે તેમની વચ્ચે ચૂંટણીને લઈને ખેંચતાણ હોવાની શક્યતાઓ સતત વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તરથી ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ પોતાના પતિ રવિન્દ્ર જાડેજા તરફથી મળેલા સમર્થન પર એક મજેદાર વાત કરી છે. તેમણે કહ્યુ કે, ‘જ્યારે હું નોમિનેશન માટે ગઈ હતી ત્યારે રવિન્દ્ર જાડેજા મારી સાથે હતા અને તેમણે દરેક વખતે મારો સાથ આપ્યો છે. તેમને રવિન્દ્ર જાડેજા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે.
જામનગરથી ચૂંટણી લડી રહેલા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ વધુમાં કહ્યુ કે, ‘ હું એવી મહિલાઓને પ્રેરીત કરવા માગું છું અને કહેવા માગું કે, જે લગ્ન પછી પણ પોતાના સપના પૂરા કરી શકે છે. આ સાથે તેમણે વધુમાં કહ્યુ કે, ત્રિકોણીય ચૂંટણી મોડને ગુજરાતે ક્યારેય સ્વીકાર્યું નથી. જે પક્ષ ગુજરાતમાં આવ્યો નથી અને વિકાસના કામો કર્યા નથી તેને લોકો કેવી રીતે પસંદ કરી શકે.
આમ આદમી પાર્ટી પર સવાલો ઉઠાવતા રિવાબા જાડેજાએ કહ્યું કે, ‘તમે કંઈ કર્યું નથી તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે? તમે ભાજપના વિકાસના કામો જાેઈ શકો છો. લોકોને ભાજપ અને તેમના ઉમેદવારો પર વિશ્વાસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એકબીજા પર આકરા પ્રહારો કરી રહી છે. ચૂંટણીમાં જીત મેળવા માટે પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે.