રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો મહારેકોર્ડ

મુંબઈ, ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના પુરુષોની ટેસ્ટ રેન્કિંગના ઈતિહાસ રચ્યો છે. વર્ષ ૨૦૨૪ની આઈસીસી ટેસ્ટ ટીમમાં જોડાયેલા રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી નંબર વન ઓલરાઉન્ડર રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે સતત ૧૧૫૧ દિવસથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ઓલરાઉન્ડર રહયા છે.
વર્ષ ૨૦૨૪માં ટેસ્ટ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજાએ ૨૯.૨૭ની સરેરાશથી ૫૨૭ રન બનાવ્યા અને ૨૪.૨૯ની સરેરાશથી ૪૮ વિકેટ પણ લીધી. ઓલરાઉન્ડર તરીકે સૌથી લાંબા સમય સુધી યાદીમાં ટોચ પર રહેવાના સંદર્ભમાં રવિન્દ્ર જાડેજાએ જેક કેસિલ, કપિલ દેવ અને ઇમરાન ખાન જેવા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા.
તેમણે પહેલા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર ટેસ્ટ ક્રિકેટમાં નંબર ૧ ઓલરાઉન્ડર હતા, પરંતુ માર્ચ ૨૦૨૨માં જાડેજાએ તેમને પાછળ છોડી દીધા.નવા ICC ટેસ્ટ રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ૪૦૦ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ટોચ પર છે. પોતાના શાનદાર પ્રદર્શનને કારણે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે બહુ ઓછા ખેલાડીઓ મેળવી શકે છે.
૩૬ વર્ષની ઉંમરે પણ રવિન્દ્ર જાડેજાનું પ્રદર્શન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રહ્યું છે અને તે ભારત માટે બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તે ફિલ્ડિંગના મોરચે પણ ઉત્તમ છે. તેમની ઉત્તમ ફિટનેસને કારણે તે સતત સારું પ્રદર્શન કરી શક્યો છે.SS1MS