Western Times News

Gujarati News

રાવલી ગામના LCB ફાઉન્ડેશન દ્વારા ૧૪ નવ યુગલોનો પ્રથમ સમૂહ લગ્ન યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, તા.૦૧/૦૬/૨૦૨૫ નાં રોજ એલ.એસ.બી ફાઉન્ડેશન દ્વારા રાવલી ગામના સહયોગથી પ્રથમ સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં કુલ (૧૪) નવ યુગલો લગનગ્રંથિમાં જોડાયા હતા

આ સમૂહલગ્ન નો હેતુ સમાજમાં થી કુરિવાજો ને નાબૂદ કરવા, તથા ખોટા ખરચાથી સમાજ ને બચાવવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો હતો..પ્રોગ્રામ ના આયોજકો સોહેલ મલેક, શહીદ મલેક, ઇકબાલ મલેક, શકીલ મલેક, મલેક અબરાર અહેમદ, મલેક સોયેબ ઉર્ફે (કરીમ), મલેક સોયેબ જાવેદ, મલેક હાજી આશીક ઉર્ફે(રાજુ) તથા મલેક ઈમ્તિયાઝ તેમજ સમગ્ર રાવલી ગામ દ્વારા કરવામાં આવ્યો હતો

પ્રોગ્રામ ના અંતે એલ.એસ.બી ફાઉન્ડેશન ના આયોજકો દ્વારા આવેલ મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આજના કાર્યક્રમમા સમગ્ર રાવલી ગામ તથા એલ.એસ.બી ફાઉન્ડેશન ની ટીમ હાજર રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.