રેમન્ડે અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક અને ત્રિમાસિક ગાળાની આવક તથા નફાકારકતા નોંધાવી
સતત 11મા નફાકારક ત્રિમાસિક ગાળા સાથે ગ્રોથ મોમેન્ટમ જાળવ્યું
- રૂ. 9,286 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક આવક
- તમામ બિઝનેસીસમાં મજબૂત મોમેન્ટમના લીધે વાર્ષિક આવકમાં 11 ટકાનો વધારો થયો
- રૂ. 1,575 કરોડની વિક્રમી વાર્ષિક એબિટા અને 17.0 ટકા એબિટા માર્જિન જેમાં ગત વર્ષ કરતાં 19 ટકાનો વધારો
- એફએમસીજી બિઝનેસના વેચાણ પરના નફાને બાદ કરતાં રૂ. 655 કરોડનો વિક્રમી વાર્ષિક ચોખ્ખો નફો, ગત વર્ષ કરતાં 24 ટકાનો વધારો
- નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં આવકો ગત વર્ષ કરતાં 23 ટકા વધીને અત્યાર સુધીના સૌથી વધુ રૂ. 2,688 કરોડે પહોંચી
- નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 516 કરોડની અત્યાર સુધીના સર્વોચ્ચ ત્રિમાસિક ગાળાની એબિટા અને 19.2 ટકાના એબિટા માર્જિન
- બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અત્યાર સુધીના સર્વોચ્ચ 100 ટકા ડિવિડન્ડની ભલામણ કરી
- એફએમસીજી બિઝનેસના વેચાણ પરના નફાને બાદ કરતાં રૂ. 98ની અત્યાર સુધીની સર્વોચ્ચ ઈપીએસ નોંધાવી
મુંબઈ, 3 મે, 2024 – રેમન્ડ લિમિટેડે 31 માર્ચ, 2024ના રોજ પૂરા થતા વર્ષ માટે તેના ઓડિટેડ નાણાંકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.
A snapshot of the consolidated financial results: (Post IND AS 116)
Consolidated Results Snapshot | |||||||
Particular (₹ in Cr.) | Q4FY24 | Q4FY23 | Y-o-Y% | FY24 | FY23 | Y-o-Y% | |
Net Revenue | 2,688 | 2,192 | 23% | 9,286 | 8,337 | 11% | |
EBITDA | 516 | 379 | 36% | 1,575 | 1,322 | 19% | |
EBITDA % | 19.2% | 17.3% | 190 bps | 17.0% | 15.9% | 110 bps | |
PAT excluding profit on sale of
FMCG Business |
229 | 194 | 18% | 655 | 529 | 24% | |
Profit on sale of FMCG Business | – | – | – | 983 | – | ||
Reported PAT | 229 | 194 | 18% | 1,638 | 529 | 210% |
Note:FY24 Reported PAT includes ₹ 983 Crores (being 47.66%) of Raymond Ltd. share of profit in associate (Raymond Consume Care Ltd.) on sale of FMCG business.
નાણાંકીય વર્ષ 2024ના સીમાચિહ્નરૂપ વર્ષમાં રેમન્ડે રૂ. 9,286 કરોડની અત્યાર સુધીની સર્વોચ્ચ વાર્ષિક આવક અને રૂ. 1,575 કરોડની એબિટા તથા 17.0 ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું હતું. લાઇફસ્ટાઇલ બિઝનેસમાં સુસ્ત ગ્રાહક માંગ અને પડકારજનક બજાર સ્થિતિ છતાં રેમન્ડનો તેની સમગ્ર કામગીરીમાં ફોકસ્ડ બિઝનેસ અપ્રોચથી બ્રાન્ડેડ એપરલ, ગાર્મેન્ટિંગ અને રિયલ એસ્ટેટ સેગમેન્ટ્સમાં મજબૂત વૃદ્ધિ જોવાઈ છે Raymond Delivers Highest Ever Annual & Quarterly Revenue and Profitability.
જેના પગલે ગયા વર્ષની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024માં 11 ટકાનો પ્રભાવશાળી ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ નોંધાયો છે. રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં સમગ્ર વર્ષ દરમિયાન મજબૂત પર્ફોર્મન્સ જોવા મળ્યું છે જેથી રૂ. 2,249 કરોડની બુકિંગ વેલ્યુ મળી હતી.
નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રેમન્ડે આવક અને નફાકારકતાની દ્રષ્ટિએ વિક્રમજનક પર્ફોર્મન્સ નોંધાવ્યું છે જે ટકાઉ વૃદ્ધિનો સતત 11મો ત્રિમાસિક ગાળો દર્શાવે છે. આ ત્રિમાસિક ગાળા દરમિયાન આવક વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 2,688 કરોડ થઈ હતી જેમાં રૂ. 516 કરોડની સર્વોચ્ચ એબિટા અને 19.2 ટકાનું એબિટા માર્જિન નોંધાયું હતું.
પ્રિમિયમાઇઝેશન, કેઝ્યુઅલાઇઝેશન અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સના વિસ્તરણ પર અમારા વ્યૂહાત્મક ભારથી બ્રાન્ડેડ એપરલ બિઝનેસના મજબૂત વૃદ્ધિમાં મહત્વપૂર્ણ પ્રદાન મળ્યું છે જે નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 332 કરોડની આવક હતી તે નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં 23 ટકા વધીને રૂ. 409 કરોડ થઈ હતી.
નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીએ રૂ. 840 કરોડની કુલ બુકિંગ વેલ્યુ નોંધાવી હતી જે ધ એડ્રેસ બાય જીએસ, બાન્દ્રાના સફળ લોન્ચને આભારી હતી જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને 40 દિવસોમાં જ લગભગ 62 ટકા ઇન્વેન્ટ્રી વેચાઇ ગઈ હતી.
ત્રિમાસિક ગાળા દરમિયાન રેમન્ડે મૈની પ્રિસિઝન પ્રોડક્ટ લિમિટેડના બિઝનેસનું હસ્તાંતરણ પૂરું કર્યું હતું. આ સાથે એરોસ્પેસ, ડિફેન્સ અને ઈવી કમ્પોનેન્ટ બિઝનેસના સનરાઇઝ સેક્ટર્સમાં રેમન્ડ ગ્રુપે પ્રવેશ કર્યો છે. કન્સોલિડેશન પછી આગળ જતાં અરેન્જમેન્ટની કમ્પોઝિટ સ્કીમ દ્વારા બે પેટા કંપનીઓ રચવામાં આવશે. એકનું ધ્યાન એરોસ્પેસ અને ડિફેન્સ પર હશે જ્યારે બીજી કંપની ઇવી અને એન્જિનિયરિંગ કન્ઝ્યુમેબલ સેક્ટરના ઓટો કમ્પોનેન્ટ્સ પર ધ્યાન આપશે. બંને કંપનીઓ મૂલ્ય સર્જનના મુખ્ય હેતુ સાથે વૃદ્ધિનો નવો જ માર્ગ કંડારશે.
અમારી વ્યૂહાત્મક પહેલો સાથે લાઇફસ્ટાઇલ બિઝનેસનું સૂચિત ડિમર્જર યોજના મુજબ આગળ વધી રહ્યું છે, સેબી, શેરધારક તથા ક્રેડિટરની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત એનસીએલટીની હિયરિંગ પણ ડિમર્જરની મંજૂરી માટે 9 મે, 2024ના રોજ નિર્ધારિત થઈ છે.
કંપનીની કામગીરી અંગે રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ હરિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે “સમગ્ર બિઝનેસમાં કામગીરીથી હું સંતુષ્ટ છું અને તેમણે સમગ્ર વર્ષ દરમિયાન સતત વિકાસ નોંધાવ્યો છે. અવરોધો અને નબળી ગ્રાહક માંગ છતાં અમારા લાઇફસ્ટાઇલ બિઝનેસે મજબૂત પ્રદર્શન બતાવ્યું છે અને વૃદ્ધિ નોંધાવી છે.
અમારા રિયલ એસ્ટેટ બિઝનેસ માટે અમે મુંબઈના બાંદ્રામાં પહેલા જેડીએ પ્રોજેક્ટના લોન્ચ સાથે મજબૂત બુકિંગ મોમેન્ટમ જાળવી રાખ્યું છે. અમે હિસ્સેદારોને મૂલ્ય પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છીએ અને વિકાસની તકોનો લાભ લેવા માટે અમારી ક્ષમતામાં વિશ્વાસ છે જે ભવિષ્યમાં ટકાઉ સફળતા સુનિશ્ચિત કરે છે. અમે લાઇફસ્ટાઇલ, રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ બિઝનેસ એમ ત્રણ વર્ટિકલ્સ ધરાવીએ છીએ જે ભવિષ્યના વિકાસના એન્જિન છે જે ભારતના વિકસિત ભારતના વિઝન સાથે સંરેખિત છે.”
નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાની કામગીરી ( IND AS 116 પછી)
નબળી ગ્રાહક માંગ અને બદલાતી બજાર પરિસ્થિતિઓ છતાં બ્રાન્ડેડ ટેક્સટાઇલ સેગમેન્ટનું વેચાણ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 902ની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 920 કરોડ રહ્યું હતું. ઓપરેશનલ કાર્યક્ષમતાના લીધે ગત ત્રિમાસિક ગાળામાં 21.8 ટકાની સરખામણીએ 21.9 ટકાએ એબિટા માર્જિન જળવાઈ રહ્યું હતું.
બ્રાન્ડેડ એપરલ સેગમેન્ટનું વેચાણ ગત નાણાંકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 332 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 409 કરોડ રહ્યું હતું જે 23 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ તમામ બ્રાન્ડ્સ અને ફોર્મેટમાં જોવા મળી હતી, જે કેઝ્યુઅલાઈઝેશન અને નવી ડિઝાઇનની રજૂઆત પર વ્યૂહાત્મક ભારને દર્શાવે છે. જાહેરાત અને માર્કેટિંગ પહેલ પર વધારાના ખર્ચ દ્વારા બ્રાન્ડિંગ અને કેટેગરી ક્રિએશન (Ethnix) માં વધારાના રોકાણને કારણે સેગમેન્ટે 13.4 ટકાના એબિટા માર્જિન નોંધાવ્યું હતું જે ગત વર્ષની તુલનામાં ઓછું છે. વર્ષ દરમિયાન અમે 200થી વધુ સ્ટોર્સ ખોલ્યા છે જેમાં 56 ‘Ethnix by Raymond’ સ્ટોર્સનો સમાવેશ થાય છે. 31મી માર્ચ 2024 સુધીમાં કુલ રિટેલ સ્ટોર નેટવર્ક હવે 1,518 સ્ટોર્સ થયું છે.
ગાર્મેન્ટિંગ સેગમેન્ટના વેચાણે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 305 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 280 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં વેચાણમાં ઘટાડો રાતા સમુદ્રની ચાલુ કટોકટી અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓને કારણે હતો. ત્રિમાસિક ગાળા માટે એબિટા માર્જિન 11.3 ટકા હતું જે પાછલા વર્ષના 6.6 ટકાની સરખામણીમાં મુખ્યત્વે બહેતર પ્રોડક્ટ મિક્સ અને ઓપરેશનલ કાર્યક્ષમતાના કારણે હતું.
સ્થાનિક બજારમાં અમારા બીટુબી ગ્રાહકો તરફથી લિનન ફેબ્રિક ઓફરિંગની ઊંચી માંગને પગલે, ઉચ્ચ મૂલ્યના કોટન શર્ટિંગે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 187 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024માં રૂ. 213 કરોડના વેચાણમાં 14 ટકા વધુ વધારો નોંધાવ્યો હતો. આ સેગમેન્ટે ત્રિમાસિક ગાળા માટે 11.5 ટકાનું એબિટા માર્જિન નોંધાવ્યું છે.
એમપીપીએલને બાદ કરતા એન્જિનિયરિંગ બિઝનેસે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 219 કરોડની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 234 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું જે 7 ટકા વધુ હતું સ્થાનિક બજારોમાં ફ્લેક્સપ્લેટ્સ અને બેરિંગ્સ કેટેગરીની માંગ અને નિકાસ બજારોમાં ફ્લેક્સપ્લેટ્સ, રિંગ ગિયર અને શિલ્ડ રિંગ કેટેગરીની માંગને કારણે વૃદ્ધિ જોવા મળી હતી. એબિટા માર્જિન 15.8 ટકા જેટલું ઊંચું જોવાયું હતું જે મુખ્યત્વે ઓપરેશનલ કાર્યક્ષમતા અને બહેતર પ્રોડક્ટ મિક્સને કારણે હતું. નાણાંકીય વર્ષ 2024માં સંપૂર્ણ વર્ષના આધાર પર એમપીપીએલની આવક રૂ. 146 કરોડના એબિટા સાથે રૂ. 935 કરોડ હતી.
રિયલ એસ્ટેટ બિઝનેસ – તમામ છ પ્રોજેક્ટ્સમાં કન્સ્ટ્રક્શન વેગ જળવાઈ રહ્યો હતો. આ વ્યવસાયે 134 ટકા વૃદ્ધિ સાથે રૂ. 677 કરોડનું મજબૂત વેચાણ પ્રદર્શન દર્શાવ્યું હતું જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 289 કરોડથી વધ્યું હતું જે ચાલુ પ્રોજેક્ટ્સમાં ઝડપી બાંધકામ ગતિ સાથે ગ્રાહકોનો વિશ્વાસ અને અમારા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનની સ્વીકૃતિ દર્શાવે છે. ત્રિમાસિક ગાળા દરમિયાન અમે અમારો પહેલો જેડીએ પ્રોજેક્ટ થાણેની બહાર બાંદ્રા, મુંબઈમાં લોન્ચ કર્યો હતો અને લોન્ચ થયેલા યુનિટ્સના 62 ટકા યુનિટ્સ વેચ્યા હતા. ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ બુકિંગ મૂલ્ય રૂ. 840 કરોડ હતું. લોન્ચ કરાયેલા પ્રોજેક્ટ્સમાં 91 ટકા યુનિટ્સ Ten X Habitatમાં, 92 ટકા યુનિટ્સ The Address by GSમાં, 42 ટકા યુનિટ્સ TenX Eraમાં, 52 ટકા યુનિટ્સ The Address by GS 2.0માં અને 40 ટકા યુનિટ્સ Invictus by GS માં વેચાયા છે.