Western Times News

Gujarati News

RBIએ સરકાર સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો હાથ ધરવા DCB બેંકને એજન્સી બેંક તરીકે પેનલમાં સામેલ કરી

મુંબઈ, એસએમઇ, એમએસએમઇ અને વ્યક્તિગત ગ્રાહકો માટે સેવા વધારવાના પોતાના પ્રયાસરૂપે ડીસીબી બેંકે જાહેરાત કરી હતી કે, બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે બેંકિંગ અને પેમેન્ટ વ્યવહારોની સુવિધા આપવા ‘એજન્સી બેંક’ તરીકે પેનલમાં સામેલ કરી છે. એમાં આવકની રસીદો, સીબીડીટી, સીબીઆઇસી અને જીએસટી, પેન્શનની ચુકવણી અને નાની બચત યોજના સામેલ છે.

નાણાં મંત્રાલયે મે, 2021માં સરકારી વ્યવસાયોની વધારે ફાળવણી ખાનગી ક્ષેત્રની બેંકો કરવા પરનો પ્રતિબંધ દૂર કરવાની જાહેરાત પછી ડીસીબી બેંકને પેનલમાં સામેલ કરવામાં આવી છે.

આ વ્યવસ્થા મારફતે ડીસીબી બેંક કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકાર તરફથી તમામ ચોક્કસ બેંકિંગ સેવાઓ હાથ ધરશે તેમજ એસએમઇ, માઇક્રો એસએમઇ અને વ્યક્તિગત ગ્રાહકોને એના અદ્યતન બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા નિયમિત નાણાકીય વ્યવહારોની સુવિધા પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

ડીસીબી બેંકના રિટેલ બેંકિંગના હેડ શ્રી પ્રવીણ કુટ્ટીએ કહ્યું હતું કે, “ડીસીબી બેંકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નાણાકીય વ્યવહારો સાથે સંબંધિત નાણાકીય વ્યવહારોની સુવિધા આપવા એજન્સી બેંક તરીકે નિયુક્ત કરવામાં આવી એની ખુશી છે. ડીસીબી બેંકનું ધ્યાન એસએમઇ, માઇક્રો એસએમઇ, કૃષિ અને સર્વસમાવેશક બેંકિંગ પર કેન્દ્રિત છે, અમે તેમને અન્ય વ્યવહારોની સાથે સીબીડીટી, સીબીઆઇસી, જીએસટીની સુલભતા પ્રદાન કરવા આતુર છીએ.

આરબીઆઈનું એમ્પેનલમેન્ટ એસએમઇ વ્યવસાય પર અમારા વ્યૂહાત્મક ધ્યાનમાં પૂરક છે, જેમાં અમે એસએમઇને કસ્ટમાઇઝ, વાજબી ખર્ચ ધરાવતા અને નવીન સમાધાનો ઓફર કરીશું, જે તેમને તેમના વ્યવસાયના લક્ષ્યાંકો હાંસલ કરવા અને તેમની નાણાકીય આકાંક્ષાઓ પૂર્ણ કરવા સક્ષમ બનાવશે.”

પેનલમાં સામેલ એજન્સી બેંક તરીકે ડીસીબી બેંક હવે રાજ્ય અને/અથવા કેન્દ્ર સરકાર તરફથી વિશિષ્ટ વ્યવહારો હાથ ધરવા અધિકૃત છે, જે સુવિધાજનક અને શ્રેષ્ઠ બેંકિંગ અનુભવ પૂરો પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.