RBIએ HDFC બેંક સામે ૧૦ કરોડ દંડ ફટકાર્યો

Files Photo
મુંબઇ: ભારતીય રિઝર્વ બેંકે એચડીએફસી બેંક પર મોટી કાર્યવાહી કરી છે .રિઝર્વ બેંકએ બેંકિંગ વિનિયમન અધિનિયમ ૧૯૪૯ની કલમ ૬(૨) અને કલમ ૮ ની જાેગવાઇના ઉલંઘન કરવા બદલ એચડીએફસી બેંકને ૧૦ કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે. નિયમોનુ અનાદર કરવા બદલ દેડ કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કેટલાક નિયમોના ભંગ બદલ એચડીએફસી બેંક લિમિટેડ પર ૧૦ કરોડ રૂપિયાની નાણાકીય દંડ લગાવ્યો છે આરબીઆઈએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત પર કરવામાં આવી છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેંકે કરેલા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચારવાનું નથી.
એચડીએફસી બેંકના ઓટો લોન પોર્ટફોલિયોમાં ગેરરીતિઓ અંગે આરબીઆઈને વ્હિસલ બ્લોઅર તરફથી ફરિયાદ મળી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે કાયદાની જાેગવાઈઓનું ઉલ્લંઘન અને નિયમનકારી નિર્દેશો બહાર આવ્યા છે.
બેંક દ્વારા શો કોઝ નોટિસનો જવાબ આપ્યા બાદ વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક અરજીઓ અને બેંક દ્વારા રજુ કરાયેલા વધુ સ્પષ્ટતા અને દસ્તાવેજાેની તપાસ કર્યા બાદ આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવ્યો છે કે અધિનિયમની જાેગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે જેના લીધે દંડ કરવામાં આવ્યો છે.