Western Times News

Gujarati News

RBIના અધિકારીની ઓળખ આપીને ગઠીયાએ ૩પ લાખ પડાવી લીધા

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, નરોડામાં રહેતા નિવૃત શિક્ષકને આરબીઆના અધિકારી તેમજ ઈન્સ્યોરન્સના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને ગઠીયાએ તા.૯-૩-ર૧ થી ૪-૧-રર સુધીમાં કુલ ૩પ લાખ રૂપિયાની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

કઠવાડા રોડ ઉપર આવેલી રાધિકાપાર્ક સોસાયટીમાં રહેતા પશાભાઈ પટેલે ખોટી ઓળખ આપનાર ગઠીયા વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પશાભાઈ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. જાે કે હાલમાં તેઓ નિવૃત્ત જીવન વિતાવે છે. પશાભાઈ બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવે છે. જેમાં તેમની ખેતીની આવક તેમજ બચત મળી કુલ રૂા.૩૪ લાખ જમા થયા હતા. અને તેમના પેન્શનના પણ રૂપિયા આ જ ખાતામાં જમા થાય છે.

વર્ષ ર૦ર૧માં તેમણે તલોદના એક એજન્ટ પાસેથી ઈન્ડીયા ફર્સ્ટ કંપનીની પોલીસ દસ વર્ષ માટે લીધી હતી. અને એક પ્રીમિયમ કે જે પચાસ હજારનું હતુ તે તેમણે ભર્યુ હતુ. ત્યારબાદ તેમણે કોઈ પ્રિમીયમ ભર્યુ નહોતુ.

ત્યારબાદ વર્ષ ર૦ર૧માં અજાણ્યા નંબર પરથી ફોન કરનારે તેમને જણાવ્યુ હતુ કેે હું ઇન્યા ફર્સ્ટ ઈન્સ્યોરન્સનો અધિકારી બોલુ છુ. ગઠીયાએ તેમને કહ્યુહ તુ કે તમે તમારી પોલીસી પેટે એક પ્રીમિયમ જ ભર્યુ છે.

જે પોલીસી ર૦રરમાં પાકવાની છે. પરંતુ તમેે કોઈ પ્રીમિયમ ભર્યુ નથી. જાે કે તમે રૂા.ભરશો તો તમારી પોલીસીની રકમ મળી જશે. તેણે આમ કહેતા પશાભાઈ ગઠીયાની વાતમાં આવી ગયા હતા. ત્યારબાદ ગઠીયાના કહ્યા અનુસાર તા.૯-૩-ર૧ થી ૪-૧-ર૦રર સુધીમાં પશાભાઈએ કુલ ૩પ લાખ રૂપિયા ભરી દીધા હતા.

ત્યારબાદ અવારનવાર પશાભાઈએ તેમના રૂપિયા બાબતે પૂછતા ગઠીયાએ પોતે આરબીઆઈના અધિકારી હોવાની ઓળખ આપી હતી. અને કહ્યુ હતુ કે તમારા રૂપિયા તમને મળી જશે.

પશાભાઈએ ઘણી વખત તેમના રૂપિયા પરત માંગ્યા, પરંતુ તમારરે હજુ રૂપિયા ભરવા પડશે. તેમ કહીને તેમની સાથે ઠગાઈ કરી હતી. પશાભાઈને આજદિન સુધી રૂપિયા કે પોલીસની કોઈ રકમ પરત ન મળતા તેમણે આ બાબતેે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસેે ફરીયાદના આધારે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.