RBIના મોનિટરિંગમાં બધી કો-ઓપરેટિવ બેન્ક રહેશે

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં બુધવારે કેબિનેટની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આજે અંતરિક્ષ વિજ્ઞાન અને બેન્કોને લઈને મોટા સુધારના અધ્યાદેશને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેન્ક (અર્બન કો-ઓપરેટિવ બેન્ક હોય કે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક) રિઝર્વ બેન્કના સુપર વિઝન પાવરમાં આવી જશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, ૧૪૮૨ શહેરી સહકારી બેન્ક અને ૫૮ બહુ રાજ્ય સહકારી બેન્ક સહિત સરકારી બેન્કોને હવે ભારતીય રિઝર્વ બેન્કના સુપર વિઝન હેઠળ લાવવામાં આવી રહી છે. આરબીઆઈની શક્તિઓ જેમ અનુસૂચિત બેન્કો પર લાગૂ થાય છે, તેમ સહકારી બેન્કો પર પણ લાગૂ થશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, આરબીઆઈના સુપરવિઝનમાં ૧૫૪૦ સહકારી બેન્કોને લાવવાના નિર્ણયથી તેના ખાતાધારકોને ફાયદો મળશે. આ બેન્કોમાં ૮.૬ કરોડથી ગ્રાહકોને આશ્વાશન મળશે કે બેન્કોમાં જમા ૪.૮૪ લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે. સહકારી બેન્કોને આરબીઆઈ અંતર્ગત રાખવાને લઈ વટહુકમનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાતાધારકોની ચિંતાઓને દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.નિયમોમાં ફેરફાર બાદ પણ સહકારી બેન્કોના પ્રબંધનની જવાદારી રજિસ્ટ્રાર પાસે જ રહેશે. આ ફેરફાર બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા લેવામાં આવ્યો છે, અને આ બેન્કોમાં સીઈઓની નિયુક્તિ માટે જરૂરી લાયકાતની મંજુરી આરબીઆઈ પાસે લેવી પડશે. બેન્કિંગ નિયમન એક્ટમાં ફેરફાર કરી સરકારી બેન્કોને મજબૂતી પ્રદાન કરવામાં આવી છે. હાલમાં દેશભરમાં સહકારી બેન્કોમાં ૮.૬૦ લોકોના લગભગ ૫ લાખ કરોડ રૂપિયા જમા છે.
સહકારી બેન્કોના નિયમન આરબીઆઈ અનુસાર, કરવામાં આવશે. તેનું ઓડિટ પણ આરબીઆઈ નિયમ હેઠળ થશે. જો કોઈ બેન્ક નાણાકીય સંકટમાં ફસાય છે તો, તેના બોર્ડ પર દેખરેખ પણ આરબીઆઈ જ રાખશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રોમાં ખુબ મોટા સુધાર કરવામાં આવ્યા છે.