Western Times News

Gujarati News

RBI અધિકારીઓના પૈસા પણ PMC Bankમાં ફસાયા છે

મુંબઈ,  પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક PMC Bank પર RBI દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી માત્ર સામાન્ય વ્યક્તિની જ મુશ્કેલી વધી નથી બલ્કે આરબીઆઈના પોતાના અધિકારી પણ ફસાઇ ગયા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આરબીઆઈ અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા એક કો-ઓપરેટિવના પીએમસી બેંકના ૧૦૫ કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આરબીઆઇના અધિકારીઓના પૈસા પણ દાવ ઉપર લાગી ગયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve bank of India) ઓફિસર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની Co operative Credit Society નાણાંકીય વર્ષ ૦૧૯ની બેલેન્સશીટ મુજબ પીએમસી બેંકમાં ૧૦૫ કરોડ રૂપિયા ફિસ્ક્ડ ડિપોઝિટ Fixed Deposit કરવામાં આવ્યા છે.

આ સોસાયટીના મેમ્બર્સ કેન્દ્રીય બેંકમાં અધિકારીઓના હોદ્દા ઉપર છે. રિપોર્ટમાં આવો દાવો કરાયો છે કે, આરબીઆઈ સ્ટાફ એન્ડ ઓફિસર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની પણ આ બેંકમાં એફડી છે. અલબત્ત એફડીની રકમ કેટલી છે તે અંગે માહિતી મળી નથી. RBIએ હવે બેંકના ખાતા ધારકોને રાહત આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.