UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે RBI સતત પ્રયાસો
હોસ્પિટલો- શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી રૂ.૫ લાખ કરાઈ
નવી દિલ્હી, દેશમાં UPI ટ્રાન્ઝેક્શન વધારવા માટે RBI સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. આરબીઆઈએ આૅફલાઇન ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈમાં એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે મોનેટરી પોલિસીની બેઠકની જાહેરાતમાં કહ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. તેમણે હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી હતી.
આરબીઆઈના નવા નિર્ણય બાદ હવે યુપીઆઈની મદદથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ પેમેન્ટ કરી શકાશે. નવી પોલિસી અનુસાર હવે આ જગ્યાઓ પર યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧ લાખને બદલે ૫ લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે.
આ નિર્ણયથી આ સંસ્થાઓમાં યુપીઆઈના ઉપયોગને પ્રોત્સાહન મળશે. હોસ્પિટલના બિલ અને સ્કૂલ-કોલેજની ફી ભરવામાં પડતી અસુવિધા ઓછી થશે. ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર રેપો રેટ સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આજે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે ફરી એકવાર રેપો રેટ યથાવત રાખ્યો છે અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આરબીઆઈના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર ૬.૫ ટકા પર યથાવત છે. લોકોને આશા હતી કે આ વખતે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટ આપશે, પરંતુ એવું થયું નહીં. સસ્તી લોન માટે તમારે વધુ રાહ જોવી પડશે. શક્તિકાંત દાસે અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં દેશમાં છૂટક મોંઘવારી દર માત્ર ૫.૪૦ ટકા રહેશે. ઓગસ્ટ ૨૦૨૩માં RBI એ ફુગાવાના દરનો અંદાજ ઘટાડીને ૫.૪૦ ટકા કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો છે.
આ ઉપરાંત કાચા તેલની કિંમતોમાં પણ વધઘટ જોવા મળી રહી છે. આમ છતાં આરબીઆઈએ મોંઘવારી દરના અંદાજમાં વધારો કર્યો નથી. દાસે કહ્યું કે સપ્લાય ચેઇન જેવા ખાદ્ય મોંઘવારી વધવા પાછળ અન્ય ઘણા કારણો છે. ફુગાવા અંગે અંદાજ આપતાં સેન્ટ્રલ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ફુગાવાનો દર ૫.૬ ટકા અને ચોથા ક્વાર્ટરમાં ૫.૨૦ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે અને રેપો રેટ અને અન્ય દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ અંગેની જાહેરાત કરી હતી. એટલે કે તમારી લોનની RBI પર કોઈ રાહત મળશે નહીં કે તેમાં વધારો થશે નહીં કારણ કે આરબીઆઈએ દરો પર યથાસ્થિતિ જાળવી રાખી છે.
RBIની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેથી બેન્કોને સમાન દરે લોન મળતી રહેશે. આ સતત ચોથી વખત છે જ્યારે રિઝર્વ બેન્કે તેના પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્રણ દિવસની મોનેટરી પોલિસી રિવ્યુ મીટિંગ બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કમિટીએ ફરી એકવાર રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
રેપો રેટ હાલમાં ૬.૫ ટકા છે. જોકે, તેમણે કહ્યું કે હવે સેન્ટ્રલ બેન્ક તેના પર ચાંપતી નજર રાખશે. રિઝર્વ બેન્ક ઓફ ઈÂન્ડયાએ છેલ્લી ઘણી બેઠકોથી રેપો રેટને ૬.૫ ટકા પર સ્થિર રાખ્યો છે. નિષ્ણાતો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની પાંચમી બેઠકમાં પણ રેપો રેટ સ્થિર રાખવાની આગાહી કરી રહ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો એવું પણ કહે છે કે સેન્ટ્રલ બેન્ક જૂન ૨૦૨૪ સુધી રેપો રેટમાં કોઈ ફેરફાર કરવા જઈ રહી નથી, કારણ કે આરબીઆઈનો ટાર્ગેટ મોંઘવારી દરને ૪ ટકાથી નીચે લાવવાનો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં જેટલી પણ મોનિટરી પોલિસીની બેઠકો યોજાઇ છે તેમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ હાલમાં ૬.૫ ટકા છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પહેલા રેપો રેટમાં ઘટાડો નહીં કરે અને તે અત્યારે સ્થિર રહેશે.