Western Times News

Gujarati News

RBI દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ખાતે ડોમેસ્ટિક આઉટરીચ કાર્યક્રમનું આયોજન

ભારતના જી-20ના પ્રમુખપદની ઉજવણીના ભાગરૂપ અને ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023 દરમિયાન આયોજિત ત્રીજી નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સ (એફસીબીબીજી) તથા ફાઇનાન્સ એન્ડ સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (એફસીબીડી)ની બેઠકોના અનુસંધાનમાં ભારતીય રિઝર્વ બેંક,

અમદાવાદ દ્વારા 05 જુલાઈ, 2023 ના રોજ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે ડોમેસ્ટિક આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ. આ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

પ્રારંભમાં યુનિ.ના કુલપતિશ્રી ભરત જોષીએ તમામ સહભાગીઓ અને અધિકારીઓને આવકાર્યા હતા. ત્યારબાદ ભરતીય રિઝર્વ બેંકના ક્ષેત્રીય નિયામક શ્રી રાજેશ કુમારે આ કાર્યક્રમના હેતુ અને માળખાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. આ પછી ઇલેક્ટ્રોનિક બેંકિંગ અને જાગૃતિ પર એક સત્ર યોજાયું હતું,

જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક બેંકિંગ, ગ્રાહક ફરિયાદ નિવારણ યંત્રણા અને સાયબર સલામતીની મૂળભૂત બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સત્રનું સમાપન એક રોચક ક્વિઝ સાથે થયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.

ત્યારબાદ નાબાર્ડ, અમદાવાદનાં મુખ્ય મહાપ્રબંધક શ્રી બી કે સિંઘલની અધ્યક્ષતામાં ‘એકબીજા સાથે જોડાયેલી દુનિયાનાં બદલાતાં સમીકરણો સાથે સ્થાયી વિકાસનાં લક્ષ્યાંકોને સંરેખિત કરવા’ વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી. ચર્ચા દરમિયાન પેનલના સભ્યો એટલે કે ઝાયડસ ગ્રૂપના ચીફ કોર્પોરેટ અફેર્સ એડવાઇઝર શ્રી સુનિલ પારેખ; ડૉ. પ્રેમ મિશ્રા, ડીન અને વિભાગાધ્યક્ષ, ગાંધીવાદી દર્શન,

ગુજરાત વિદ્યાપીઠ; ડો. સત્યજીત એસ દેશપાંડે, એસોસિયેટ પ્રોફેસર, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર; ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના પ્રબંધ નિર્દેશક શ્રી લલિત નારાયણ સિંહ સંદુ અને જીઆઇડીઆરના ઇન્ચાર્જ નિર્દેશક અને અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રૂપ (એડબલ્યુએજી)ના સેક્રેટરી ડો. ઝરણા પાઠકે વિવિધ સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકોની વર્તમાન

અને ભવિષ્યની સ્થિતિ વિશે જ્ઞાનવર્ધક અભિપ્રાયો પ્રસ્તુત કર્યા હતા. એક પેનલિસ્ટે ટકાઉપણાની ગાંધીવાદી ફિલસૂફી અને તે વર્તમાન ગતિશીલ વિશ્વ સાથે કેવી રીતે પ્રાસંગિક છે તેના પર પ્રકાશ પાડ્યો હતો, જ્યારે બીજાએ સર્વસમાવેશક વિકાસ અને આવકની અસમાનતામાં ઘટાડો કરવાની વાત કરી હતી.

ઔદ્યોગિકરણની ભૂમિકા અને આબોહવાની સ્થિતિસ્થાપક પહેલના મહત્વ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો અને તે જ સમયે ટકાઉપણું પ્રાપ્ત કરવામાં મહિલાઓની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચર્ચામાં વિરોધાભાસી મંતવ્યો જોવા મળ્યા હતા જે ટકાઉ જીવનના સર્વાનુમતે નિષ્કર્ષ તરફ દોરી ગયા હતા. વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો ભરપૂર લાભ ઉઠાવ્યો અને તેમણે આરબીઆઈની ટીમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.