Western Times News

Gujarati News

RBI દ્વારા રેપો રેટ યથાવત: હોમ લોનના EMI પર કોઈ ફેર નહીં પડે

નવી દિલ્હી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો નિર્ણય લીધો છે. હાલમાં આરબીઆઈનો રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં ૪ઃ૨ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર ૬.૫૦ ટકા પર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેનાથી એવું કહેવાય છે કે તમારા હોમ લોનના ઈએમઆઈ પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.

અમુક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ ૧૦ ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.

મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મજબૂત જીડીપી ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેઝિસ પોઈન્ટ (૦.૫૦ ટકા)નો ઘટાડો કર્યો છે. ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યં હતું કે, ‘ડિસેમ્બર, ૨૦૨૪માં સીપીઆઈ ફુગાવો ૫ ટકાના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી, ૨૦૨૫માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આરબીઆઈ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો જીડીપી ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.’

કેશ રિઝર્વ રેશિયો ઘટાડી ૪ ટકા કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. ૧.૦૬ લાખ કરોડની લિÂક્વડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતે આપ્યો છે. જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે. મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે.
આરબીઆઈએ વર્તમાન ફુગાવા અને જીડીપીના આંકડાને ધ્યાનમાં લેતાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જીડીપી ગ્રોથ અંદાજ ૭.૨ ટકાથી ઘટાડી ૬.૬ ટકા કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ ૪.૫ ટકાથી ઘટાટડી ૪.૮ ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.

રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને ‘રેપો’ તરીકે ઓળખવામાં આવે છે.” આરબીઆઈ નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી બોન્ડ સામે જારી કરવામાં આવે છે.

રેપો રેટની વ્યાખ્યા દ્વારા, આ લોન પર લાગુ વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી, વ્યવસાયિક બેંકો ઋણની ચુકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે. આરબીઆઈ નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.