જૂની પેન્શન સ્કિમના ખોટા વાયદા ન કરવા રાજ્યોને RBIની ચેતવણી
નવી દિલ્હી, દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની રહી છે અને આ માટે આંદોલનો થઈ રહ્યા છે તેમજ ઘણા વિપક્ષી શાસિત રાજ્યોએ ઓપીએસને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આરબીઆઈએ રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ જૂની પેન્શન સ્કીમના ખોટા વાયદાઓ ન કરશો.
દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે
અને ચૂંટણી પહેલા જ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કેન્દ્ર અને રાજ્યોમાં વેગ પકડી રહી છે. ઘણા વિપક્ષ શાસિત રાજ્યોમાં ઓપીએસને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના શરુ કરવાની ઉગ્ર માંગ કરી છે
અને ઘણા રાજ્યોમાં ઓપીએસને ફરીથી શરુ કરવા માટે આંદોલન થઈ રહ્યા છે ત્યારે સામાન્ય ચૂંટણી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે તેઓ લોકવાદી વચનો આપવાના નામે જૂની પેન્શન યોજનાઓ શરૂ કરે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના મતે જૂની પેન્શન યોજનાથી રાજ્ય સરકારનો ખર્ચ અનેકગણો વધી જશે અને અસહ્ય બની જશે. આરબીઆઈએ પોતાના રિપોર્ટમાં નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમના વચનો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને સલાહ આપી હતી કે જનતાને આકર્ષવા માટે આપવામાં આવેલા વચનોને કારણે રાજ્યો પર નાણાકીય બોજ વધશે.
ઓપીએસ સરકારી તિજોરી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. આરબીઆઈએ એક રિપોર્ટમાં રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ ખર્ચ વધારવાને બદલે આવક વધારવા પર ધ્યાન આપે.કેટલાક રાજ્યોએ તાજેતરમાં જૂની પેન્શન યોજનાને ફરીથી શરુ કરી છે.