Western Times News

Gujarati News

આમ આદમીને RBIનો ઝટકો, રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

Files Photo

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક જે ૨૮ સપ્ટેમ્બરે શરૂ થઈ હતી, તેના ર્નિણયો આજે જાહેર કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે રેપો અને અન્ય પોલિસી રેટની જાણકારી આપતા રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટની વધારાની જાહેરાત કરી છે. રેપો રેટમાં વધારો થવાને કારણે સામાન્ય માણસ માટે EMI મોંઘી થવા જઈ રહી છે.

આરબીઆઈએ રેપો રેટમાં વધારાની જાહેરાત કરતાં હવે રેપો રેટ વધીને ૫.૯ થઈ ગયો છે. રિઝર્વ બેંકે ઓગસ્ટ ૨૦૨૨માં જારી કરેલી તેની ક્રેડિટ પોલિસીમાં રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો, જે પછી તે વધીને ૫.૪૦ ટકા થઈ ગયો હતો. આરબીઆઈએ મે મહિનામાં ૦.૪૦ ટકા, જૂનમાં ૦.૫૦ ટકા અને ઓગસ્ટમાં પણ ૦.૫૦ ટકાનો વધારો કર્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં આરબીઆઈએ રેપો રેટમાં કુલ ૧૪૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને જાે આપણે બેંકો પર તેની અસર જાેઈએ તો ઘણી બેંકોએ તેમના લોનના દરમાં ૦.૭૫ ટકાનો વધારો કર્યો છે.

મોટા ભાગના નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે આરબીઆઈએ આ વખતે પણ દર વધારવાની જાહેરાત કરવી પડશે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો દર ૭ ટકાની નજીક આવ્યો હતો, જે આરબીઆઈના ૪ ટકા ફુગાવાના લક્ષ્યાંક કરતાં વધુ છે.

આ સિવાય વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો પણ પોતાના વ્યાજ દરમાં વધારો કરી રહી છે, જેના કારણે EMI પર દર વધારવાનું દબાણ છે. તાજેતરમાં, ૨૧ સપ્ટેમ્બરના રોજ, યુએસ ફેડરલ રિઝર્વે પણ વ્યાજ દરમાં વધારો કર્યો, જે આરબીઆઈના ધ્યાન પર રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.