રામ ચરણના જન્મદિવસ પર આરસી૧૬નો ફર્સ્ટ લૂક રીવીલ

મુંબઈ, સાઉથ સુપરસ્ટાર રામ ચરણ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ પ્રસંગે અભિનેતાએ ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.
રામ ચરણની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ આરસી૧૬ નું શીર્ષક તેમના જન્મદિવસ પર જાહેર કરવામાં આવ્યું. આ સાથે, ફિલ્મના અભિનેતાનો પહેલો લુક પણ બહાર આવ્યો છે.રામ ચરણની આગામી ફિલ્મનું નામ ‘પેડ્ડી’ છે. ફિલ્મમાંથી સુપરસ્ટારના બે પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. પહેલા પોસ્ટરમાં, રામ ચરણ લાંબા વાળ, વધેલી દાઢી અને મોંમાં સળગતી બીડી સાથે જોવા મળે છે.
આ દરમિયાન તેની આંખોમાં ગુસ્સો પણ દેખાય છે.‘પેડ્ડી’ના બીજા પોસ્ટરમાં, રામ ચરણ લાલ અને વાદળી રંગના પટ્ટાવાળા શર્ટ પહેરેલા જોવા મળે છે.
આ દરમિયાન તેના હાથમાં કોઈ હથિયાર પણ દેખાય છે. રામ ચરણના આ લુકને જોઈને કેટલાક ચાહકો ખૂબ પ્રભાવિત થયા છે, તો કેટલાક ચાહકો તેને પુષ્પાની નકલ કહી રહ્યા છે.ફિલ્મ ‘પેડ્ડી’માં રામ ચરણ સાથે અભિનેત્રી જાહ્નવી કપૂર મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે.
આ ઉપરાંત, શિવ રાજકુમાર પણ આ ફિલ્મનો ભાગ હશે. ‘પેડ્ડી’ ફિલ્મ માયથ્રી મુવીઝના બેનર હેઠળ બનાવવામાં આવી છે અને તેનું દિગ્દર્શન બુચી બાબુ સના દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં, ફિલ્મની રિલીઝ તારીખ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.SS1MS