Western Times News

Gujarati News

વીરપુરમાં ચાલુ વરસાદે બનાવવામાં આવી રહ્યો હતો RCC રોડ

રાજકોટ, યાત્રાધામ વીરપુરમાં ચાલુ વરસાદે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. વિકાસ ચાલુ વરસાદમાં!ના ટાઇટલ સાથે લોકો આ વીડિયોને વાયરલ કરી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, વીરપુર હાઇવેથી પૂજ્ય જલારામ બાપાના મંદિર તરફનો ૬૦ લાખના ખર્ચે આરસીસી રોડ બની રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્ધારા આ આરસીસી રોડનું કામ ચાલુ વરસાદમાં કરવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. RCC road was being constructed in Veerpur in ongoing rains

કોઇ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવી તેને વાયરલ કરી દીધો હતો. ચાલુ વરસાદમાં આરસીસી રોડ બનાવવાના કારણે સિમેન્ટ, ક્રોકિટ અને રેતી સહિતનું મટિરિયલ્સ ધોવાઇ ગયું હતું. થોડા સમયમાં રોડ પહેલા જ જેવો ખાડાવાળો થઇ ગયો હતો. સ્થાનિકોના મતે આ રોડ ૨૦ વર્ષ પછી બની રહ્યો હતો.

તાજેતરમાં જ ધારાસભ્યએ આ રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. સ્થાનિકો આ રોડ ફરીથી બનાવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. ગઇકાલે સુરત મહાનગર પાલિકાએ અક્કલનું પ્રદશર્ન કર્યું છે. મહાનગરપાલિકાએ ભીના રોડ પર ડામરનું કામ કર્યું હતું. ભીના રોડ પર ડામરકામ કરવામા આવતા સ્થાનિકોમાં રોષ જાેવા મળ્યો હતો. ભીના રસ્તા પર ડામર પાથરવામાં આવ્યો હતો. સુરત મનપાની આ કામગીરી પર લોકોમાં રોષ જાેવા મળ્યો છે.

સુરત મનપાની આ કામગીરી પર વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. આ રીતે ભીના રોડ પર ડામર કરવામાં આવતા હવે આ રોડ કેટલો સમય સુધી ચાલશે તે એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ અમદાવાદ કોર્પોરેશની ખોદકામની કામગીરી શહેરીજનો માટે ભર ચોમાસે નડતરરૂપ બની રહી છે. છસ્ઝ્રએ મ્ઇ્‌જી રૂટનો આખેઆખો રોડ જ ખોદી નાંખ્યો છે.

જેના કારણે આ રસ્તે જનારા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. AMCએ BRTS રૂટ પર કામગીરી કરતા હાલ ભર ચોમાસે શિવરંજની વાળો આખેઆખો રોડ જ ખોદી છે. નાંખ્યો હોવાથી જેના કારણે શિવરંજની કોરિડોર બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ એએમસીની કામગીના કારણે ખોદેલા રોડ આ બધાની વચ્ચે રાહદારી અને વાહનચાલકોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.