ગુજરાતના આ શહેરમાં બન્યો સ્ટીલમાંથી 1 કિલોમીટર લાંબો રોડ
આ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે.
સુરત: ભારતનો સૌથી પ્રથમ સ્ટીલથી તૈયાર રોડ ગુજરાતના સુરત શહેરમાં નિર્માણ થયો છે. હજીરા ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં રોજ 1200થી વધુ હેવી ટ્રકની અવરજવર હોય છે ત્યાં આ રોડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. RCP Singh (Union Minister for Steel) Inaugurated India’s first steel slag road in Surat, inspired by the waste-to-wealth vision of Hon’ble Prime Minister Narendra Modi. This is 6 lane 1 km road built with technique developed by CSIR CRRI.
CSRIએ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. આવનારા વર્ષોમાં દેશના રોડ (Roads In Surat)ને મજબૂત બનાવવા માટે સરકાર આજ ટેક્નિકનો ઉપયોગ કરશે.
Circular economy is the need of the hour. The road constructed by 100% use of steel processed slag is a real example of converting waste into wealth and improving sustainability of steel plants. pic.twitter.com/vjD2moekIW
— RCP Singh (@RCP_Singh) June 15, 2022
સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ જણાવ્યું હતું કે, આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ 1.2 કિલોમીટર લાંબો, 6 લેન ડીવાઈડેડ કેરેજ વે રોડ છે. જેમાં એક હજારથી બારસો જેટલી ટ્રકો પ્રતિદિવસ અવર-જવર કરતી હોય છે. આ રોડના નિર્માણમાં અમે 100 ટકા પ્રોસેસ સ્ટીલ એગ્રીગેટને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે.
આ પ્રોજેક્ટ ભારત સરકારના વેસ્ટ ટુ વેલ્થ (waste to wealth mission) અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છે. દેશમાં આશરે 90 મિલિયન ટન સ્ટીલ સ્લેગ પ્રતિવર્ષ જનરેટ થાય છે અને તેના સુરક્ષિત ડિસ્પોઝલને લઇ સ્ટીલ ઇન્ડસ્ટ્રી ચિંતીત હોય છે.
જે અંતર્ગત અમે સ્ટીલના રોડ એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમે CSRIની ગાઈડલાઈન મુજબ હજીરાના AMNS પ્લાન્ટ પ્રોસેસ્ડ ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્ટીલ તૈયાર કર્યું છે. તેને આ રોડ નિર્માણમાં સફળતાપૂર્વક વાપરવામાં આવ્યું છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસી (national steel policy of india)ની વાત કરવામાં આવે તો વર્ષ 2030 સુધી 300 મિલિયન ટન પ્રોડક્શન રહેવાની શક્યતાઓ છે. જ્યારે આટલી મોટી માત્રામાં સ્ટીલ જનરેટ થશે તો અમારી પાસે 45 મિલિયન ટન સ્ટીલ સ્લેક ભારતમાં જનરેટ થશે.
આટલી મોટી માત્રામાં સ્લેકને યુટીલાઈઝ કરવા માટે મોટી ચેલેન્જિંગ ટાસ્ક હશે, પરંતુ જો સ્ટીલ સ્લેગ તૈયાર એગ્રીગેટથી સ્ટીલ રોડમાં નિર્માણ કરવામાં આવે તો અમે આ સ્લેગ સફળતા પૂર્ણ ઉપયોગ કરી શકીશું. જેથી અમને નેચર એગ્રીગેટની જરૂરુરિયાત રોડ નિર્માણ માટે ઓછી થશે. બીજી બાજુ અમે સારી કવોલિટીના રોડનું નિર્માણ કરી શકીશું.