♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦
Gujarati Edition
Ahmedabad Epaper
English Edition
Ahmedabad Epaper
Click on Gujarati or English logo to read todays all pdf pages.

-
હાઈ લેવલ બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાના બનાવમાં ઈજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો
ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે: બનાવમાં કોઇ જાનહાનિ નહીં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર હાઈલેવલ બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજ ઉપર સ્ટેજીંગ નમી જવાનો બનાવ બનતા માર્ગ અને મકાન પેટા વિભાગ–વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીએ ઈજારદાર રોયલ ઈન્ફ્રા એન્જિનીયરીંગ પ્રા.લિ.ને ખુલાસો કરવા તાકીદ કરી હોવાનું કાર્યપાલક ઇજનેર વલસાડ દ્વારા જણાવાયું છે. કાર્યપાલક ઇજનેર ના જણાવ્યા અનુસાર, આ બ્રિજમાં પીયર ક્રમાંક પી–૧ થી પી–૨ વચ્ચેની સુપરસ્ટ્રકચરની કામગીરીમાં ત્રણ ગર્ડર હતા, જેનું શટરીંગ થયું હતું. જેમાં સાઇટ ઇજનેર દ્વારા ગર્ડરની હોરીઝોન્ટલ લાઇનલેવલ માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી, જે મુજબ તા.૧૨.૧૨.૨૦૨૫ના રોજ સવારે શ્રમિકો જેકની મદદથી ગર્ડરના સ્ટેજીંગને ઇજારદારના સાઇટ ઇજનેરના નિરીક્ષણ હેઠળ લાઇન લેવલ કરી રહ્યા હતા. જરૂરિયાત કરતા જેક વધુ ઉંચુ થતા ગર્ડર સ્લીપ થયું. જેના કારણે સરતચુકથી સ્ટેજીંગ પડી ગયું હતું. જેમાં ઘટનાસ્થળે હાજર કામ કરી રહેલા ૫ શ્રમિકોને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી. ઇજારદાર દ્વારા પુલના બાંધકામનું તથા દરેક શ્રમિકોનું ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યું છે, જે મુજબની કાર્યવાહી કરાશે. ઇજારદાર દ્વારા વધુ ઈજાગ્રસ્ત શ્રમિકને રૂ. બે લાખ તથા સામાન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને રૂ.એક લાખનું વળતર સ્વખર્ચે અપાયું છે. આ બનાવ માનવચૂકના કારણે બન્યો છે, જે અંગે માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા ઇજારદારનો ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી છે. વધુમાં માર્ગ અને મકાન વિભાગ સારા અને ગુણવત્તાયુક્ત કામો કરવા માટે કટિબદ્ધ છે. અને આ ઘટના જેવી અન્ય ઘટના ન બને તે માટે વધારે કાળજી દાખવવામાં આવશે એમ મકાન વિભાગ–વલસાડની યાદીમાં જણાવાયું છે.
-
વિમાન દુર્ઘટના, હરણી દુર્ઘટના જેવી સંકટની ઘડીમાં લાભાર્થીના પરિવારોને ઝડપથી વીમા કવચની ચૂકવણી કરાઈ
હાલમાં રાજ્યના ૪.૧૨ કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ: છેલ્લા પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતાં...
-
સાણંદમાં ટાટા ગ્રુપની કંપનીનું બેટરી ઉત્પાદન સુવિધાના નિર્માણ પૂર ઝડપે ચાલી રહ્યુ છે
320 એકરનો વિસ્તાર ધરાવતી આ સુવિધા, ભારતમાં ક્લીન એનર્જી ક્ષેત્રમાં થયેલી સૌથી મહત્વપૂર્ણ મૂડીરોકાણોમાંની એક છે. પ્રથમ તબક્કામાં દર વર્ષે 20 GWh ક્ષમતાવાળી બેટરી ઉત્પાદનની યોજના છે. ટાટા ગ્રૂપની ગ્લોબલ બેટરી બિઝનેસ કંપની, અગ્રતાસ ગુજરાતના સાણંદ ખાતે વિશ્વસ્તરીય બેટરી ઉત્પાદન સુવિધા ઊભી કરવાના કાર્યમાં ઝડપી પ્રગતિ કરી રહી છે. સમગ્ર સાઇટ પર તેમનું નિર્માણ ખૂબ ઝડપી આગળ વધી રહ્યું છે અને સ્ટ્રક્ચરલ સ્ટીલ ફ્રેમવર્ક લગભગ પૂર્ણ થવાના આરે છે. હાલમાં 2,000 કરતાં વધુ નિર્માણ કર્મચારીઓ અને સપ્લાયર્સનાં 700 કરતાં વધુ નિષ્ણાતો આ સાઇટ પર કાર્યરત છે, જે ભારતની ક્લીન એનર્જી વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે. સાથે જ, અદ્યતન બેટરી સેલ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે દેશની ક્ષમતા મજબૂત બનશે. ટાટા ગ્રુપના અગ્રતાસના સપ્લાય ચેઇનના વાઈસ પ્રેસિડન્ટ આનંદ સોઢાએ જણાવ્યું કે...
-
ઇન્ડસઇન્ડ ઇન્શ્યોરન્સે ડિજિટલ-ફર્સ્ટ મોટર ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ડિલિવર કરવા સિટ્રોન સાથે ભાગીદારી કરી
ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ ઇન્શ્યોરન્સની વિશાળ શ્રેણી અને ફ્લેક્સિબિલિટી મનની શાંતિ માટે ઝડપી, સમસ્યા-મુક્ત ક્લેમ સેટલમેન્ટ અને...
-
પ્રસિદ્ધ ગાયક લકી અલી 20 ડિસેમ્બરે અમદાવાદમાં ‘Re:Sound’ ઈન્ડિયા ટુર લાવે છે
લકી અલીના જણાવ્યા મુજબ આ તેમની આખરી મોટી ટુર હોઈ શકે છે, દિલ્હી, જયપુર અને બેંગાલુરુમાં સફળ...
-
રિપેરીંગ કામની નબળી કામગીરી જણાતા DDOએ સુપરવાઈઝરનો ઉધડો લીધો
લીલિયા મોટામાં ભૂગર્ભ ગટરના રિપેરીંગ કામની સરપ્રાઈઝ વિઝિટ કરતા ડીડીઓ અમરેલી, લીલિયા મોટામાં કરોડો રૂપિયાના...
-
વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યુંઃ 5 શ્રમિકો ઇજાગ્રસ્ત
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર...
-
ખોખરા 20 લાખ લીટર ક્ષમતાની નવી ટાંકી બનાવવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, દક્ષિણઝોનમાં ખોખરા વોર્ડમાં આવેલ હયાત ખોખરા રેલ્વે વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ઓગ્મેનટેશન ના ભાગરૂપે...




