Western Times News

Gujarati News

તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જતાં પહેલાં આટલું વાંચી લો

LEAD helps small town students score big in CBSE Class 10 exams.

અમદાવાદમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે કેટલાક પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું

અમદાવાદમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૧૨.૩૦ થી ૧૩.૩૦ કલાક દરમિયાન અમદાવાદના જુદા-જુદા કેન્દ્રો પર યોજાનાર છે.

આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સૌહાદપુર્ણ વાતાવરણમાં ગેરરીતી કર્યા વગર તેમજ કોઇપણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે પોલીસ કમિશનરશ્રી,

અમદાવાદ શહેરની હદ સિવાયના સમગ્ર અમદાવાદ જીલ્લાના મહેસુલી વિસ્તારમાં ઉક્ત પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રીજ્યાના વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કેન્દ્રો/દુકાનો બંધ રાખવા, પરીક્ષા સ્થળોની આજુબાજુ મોટા મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા ઉપર તથા સક્ષમ અધિકારી સિવાયના તમામ માટે મોબાઇલ

અને અન્ય ઇલેકટ્રોનીક મિડીયા / વિજાણુ ઉપકરણ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ પરીક્ષા કેન્દ્રની આજુબાજુના ૧૦૦ મીટરની ત્રીજયાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી નીચે મુજબના કૃત્યો કરવાનો પ્રતિબંધ ફરમાવવાનુ પ્રવર્તમાન સંજોગોમાં આવશ્યક જણાય છે. આથી હું સુધીર કે. પટેલ, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,

અમદાવાદ જીલ્લો, ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મને મળેલ અધિકારની રૂઇએ પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરની હદ સિવાયના સમગ્ર – અમદાવાદ જીલ્લાના મહેસુલી વિસ્તારમાં નીચેના કૃત્યો કરવાનો પ્રતિબંધ ફરમાવુ છું.

(૧) પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબિંધત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇપણ બિનધિકૃત માણસોએ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવા ઉપર

(૨) પરીક્ષા સ્થળે ઇલેક્ટ્રોનીક આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, ઇલેક્ટ્રીક ડાયરી, ઘડીયાર કે અન્ય ઇલેક્ટ્રોનીક ઉપકરણો લઇ દાખલ થવા ઉપર

(૩) પરીક્ષાર્થીઓની શાંતી અને લેખનકાર્યમાં અડચણ, વિશેષ ધ્યાનભંગ થાય તેવું કોઇપણ કૃત્ય કરવા/કરાવવા ઉપર

(૪) પરીક્ષા સ્થળે ચોરી કરવા/કરાવવાના હેતુથી પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલો લઇ જવા ઉપર

(૫) પ્રતિબંધીત વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ નકલ કરવાના કેન્દ્રો/દુકાનો પર ઝેરોક્ષ મશીન, ફેક્સ મશીન પરીક્ષા સમયે ચાલુ કરવા/કરાવવા ઉપર

(૬) પરીક્ષા સ્થળે કોઇપણ પ્રકારનુ હથિયાર લઇ દાખલ થવા ઉપર

(૭) પરીક્ષા સ્થળની આસપાસના પ્રતિબંધીત વિસ્તારમાં આવેલ પાનબીડીના ગલ્લા તથા ચા-પાણીના કેન્દ્રો પરીક્ષા સમય દરમ્યાન ચાલુ કરવા/કરાવવા ઉપર

(૮) પ્રતિબંધીત વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવા ઉપર

(૯) પ્રતિબંધીત વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઉભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા ઉપર

(૧૦) પરીક્ષા સ્થળો પર ગેરરીતી થાય તેવુ કોઈપણ સાધન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવા

(૧૧) પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવા આવે છે.

આ હુક્રમ તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ સવારના ૦૮:૦૦ કલાકથી સાંજના ૦૭:૦૦ કલાક સુધી અમલમાં રહેશે

આ હુકમ ફરજ પરના પોલીસદળ / હોમગાર્ડના કર્મચારીઓ/ અધિકારીઓ તથા પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલ કર્મચારી / અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી.

આ હુકમ નો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહીતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૧ મુજબ અને ભારતના ફોજદારી કાર્યરિતી અધિનિયમ ની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીનાં દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેક્ટર સુધીનાં હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઈ.પી.કો. કલમ – ૧૮૮ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ – ૧૧૭ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.