Western Times News

Gujarati News

ઝેરી કેમિકલથી પકવેલી પાકી કેરી ખાતાં પહેલાં આ વાંચી લો

કેરી પકવવા વપરાતાં  ઝેરી કેમિકલ આંતરડાં અને કિડની માટે જાેખમી

(એજન્સી)રાજકોટ, ફળોની રાણીનું બિરૂદ ધરાવનારી કેરી આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમ ફળ છે.પણ હાલ બજારમાં મળતી મોટાભાગની કેરી કુદરતીને બદલે કૃત્રિમ રીતે પકાવવામાં આવે છે. જેમાં કેટલાંક ધંધાર્થીઓ ઝેરી રાઈપરનર અને પ્રતીબંધીત ચીજાેનો ઉપયોગ કરતા હોવાની ચોકાવનારી વિગતો પ્રાપ્ત થાય છે. આવી કેરી હાનીકારક છે. તેનાથી આંતરડા અને કિડનીના ગંભીર રોગ થઈ શકે છે.

કેરીને ઝડપથી પકવી નાખવા માટે ઝેરી રાઈપરનો ઉપયોગ થાય છે. આવા રાઈપરના ફળ ઝાડ પર હોય ત્યારે તેની ઉપર છાંટવાની છૂટ છે. પણ હાલ કેરીને ઉતારીને બોકસમાં પેક કરીને ઝેરી રાઈપરનર છાંટી ઝડપથી પકવી દેવા પ્રયાસો થાય છે. આવી કેરી ખાવી નુકશાનકારક છે.

એફ.એસ. એસ.આઈ. નંબર ધરાવતા રાઈપરનો ઉપયોગ ઝાડ પર કરી શકાય છે. પણ તે ફળ ઉતરી ગયા પછી યોગ્યનથી. ઈથેપોન ઈથાન જેવા કેમીકલ ઝાડ પર ફળ પકાવવા માટેના છે. કેરીને ધુમાડીયું કરીને પકવવામાં આવે છે. અને તે પણ અયોગ્ય માનવામાં આવે છે.

પેક રૂમમાં કેરીઓ મુકી વાસણમાં કાર્બાઈડ નાખીને તેમાં પાણી છાંટી ધુમાડો કરીને રૂમ બંધ કરી દેવામાં આવે છે. કાર્બાઈડમાં પાણી પડતા ધુમાડો થાય છે. અને તેની ગરમીથી કેરી પાકે છે. પણ સાથે કાર્બાઈડના સુક્ષ્મકણ પણ કરેની છાલ ઉપર ચોટી જાય ેછ.

આવી કેરી ખાવાથી ગળા અને અન્નળીમાં ચાંદા પડી જાય છે. આંતડરામાં પણ સમસ્યા થાય છે. મનપાના આરોગ્ય અધિકારીએ કહયું હતું કે, માન્ય રાઈપનર ગેસની પકાવેલા ફળ હાનીકારક નથી પણ કાર્બાઈડ ફળ આરોગવાના હિતાવહ નથી. કેરી પકવવા માટે માન્ય ઈથીલીન ગેસનો ઉપયોગ વધી રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.