ગલ્ફના દેશોમાં ઉંચા પગારની નોકરી કરવા જતાં પહેલા વાંચી લો આ કિસ્સો
(એજન્સી)બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના એક યુવકે Dubaiમાં પાકિસ્તાનીઓ પર બંધક બનાવીને ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો છે.
યુવકે પાકિસ્તાની સલૂન ઓપરેટર પર તેને નકલી લોન અપાવવાનો આરોપ પણ લગાવ્યો છે. પીડિતે મદદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને વડાપ્રધાન, યુપીના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને દુબઈથી સુરક્ષિત રીતે ભારત લાવવા વિનંતી કરી છે.
મોહમ્મદપુર ખાલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુરતગંજ શહેરમાં રહેતા મોહમ્મદ રિઝવાને શનિવારે વિદેશમાં નોકરી મેળવવા માટે ભારત સરકાર પાસેથી મદદનો વિડીયો વાયરલ કર્યો છે. દુબઈના સરૈયા શહેરમાં ઈકબાલ રેસ્ટોરન્ટમાંથી, રિઝવાન તેની સાથે થઈ રહેલી હેરાનગતિનો વિડીયો બનાવીને સુરક્ષિત રીતે ભારત પાછા આવવાની વિનંતી કરતો જાેવા મળે છે. આરોપ છે કે માલિકે છેતરપિંડી કરીને તેના નામે લોન મેળવી હતી અને તેને હોટલના રૂમમાં બંધક બનાવી રાખ્યો હતો જ્યાં તે કામ કરતો હતો.
દુબઈમાં ફસાયેલા રિઝવાનના ભાઈ ઈરફાને જણાવ્યું કે ૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ દુબઈમાં સલૂન ચલાવતા ગુલમોહમ્મદ નામના પાકિસ્તાની વ્યક્તિએ તેને ફોન કર્યો હતો. ત્યાં પહોંચીને નોકરીના બહાને પાકિસ્તાની સલૂન માલિકે છેતરપિંડી કરીને તેના નામે ૩૬ હજાર દિરહામ (૭ લાખ ૫૬ હજાર)ની લોન મેળવી હતી.
આ પછી તેને ઈકબાલ હોટલ પાસેના એક રૂમમાં બંધક બનાવી રાખ્યો હતો. આરોપ છે કે સલૂન માલિકે રિઝવાનના તમામ દસ્તાવેજાે અને વિઝા પોતાની પાસે રાખ્યા છે.
સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગૃહમંત્રી અમિત શાહને મદદ માટે વિનંતી કરી છે.
પીડિત યુવકનું કહેવું છે કે તેને અહીં ખાવા માટે કંઈ આપવામાં આવતું નથી. જેના કારણે તેને ભૂખ્યા રહેવાની ફરજ પડી છે. સરકારે શક્ય તેટલી વહેલી તકે તેમને સુરક્ષિત રીતે ભારત લાવવાની વ્યવસ્થા કરવી જાેઈએ. આ મામલે વહીવટીતંત્રના અધિકારીઓએ કહ્યું છે કે તેઓને આ બાબતની જાણ નથી.