ઠંડીની સીઝનમાં હાથ-પગ પણ સુન્ન થઈ જતા હોય તો આ વાંચો
અત્યારે વધુ ઠંડી પડતાં જ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવી જ એક સમસ્યા છે હાથ-પગ સુન્ન થઈ જવા, પરંતુ હાથ-પગ વધારે સમય સુધી સુન્ન રહેવાથી પ્રભાવિત જગ્યા પર ઝણઝણાટી, દુખાવો, સોજાે અને નબળાઈ અનુભવાય છે. સામાન્ય રીતે શિયાળામાં રક્તવાહિનીઓ સંકુચિત થવાથી આ સમસ્યા શરૂ થાય છે. શિયાળામાં બ્લડ સકર્યુલેશન ધીમું થઈ જાય છે, તેનાથી શરીરના કેટલાંક અંગો સુધી પૂરતો ઓક્સિજન પહોંચતો નથી. રકતસંચાર પ્રભાવિત થવાથી અંગો સુન્ન થવા લાગે છે.
જાે લાંબા સમય સુધી અંગો સુન્ન રહેવાની સમસ્યા રહેતી હોય તો આ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આ સ્થિતિમાં તેનો ઉપચાર કરવો ખુબ જ જરૂરી છે. આ શિયાળુ સમસ્યાને દુર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી શકાય છે.
શિયાળામાં હાથ-પગ સુન્ન પડવાના કારણો : શિયાળામાં બ્લડ સકર્યુલેશન ધીમું પડવાથી હાથ-પગ સુન્ન પડવા લાગે છે, પરંતુ આ સિવાયના કેટલાંક કારણોથી પણ હાથ-પગ સુન્ન થઈ શકે છે. હાથ-પગની નસ દબાવી, શરીરમાં વિટામિન અને મેગ્નેશિયમની ઉણપ થવી, વધારે ચુસ્ત કપડાં પહેરવાથી એક જ સ્થિતિમાં વધારે લાંબા સમય સુધી બેસવાથી કે પછી હાઈ બ્લ્ડ પ્રેશર કે ડાયાબિટીસના કારણે આમ થતું હોય છે.
હાથ-પગની માલિશ કરો ઃ જાે શિયાળામાં તમારા હાથ-પગ સુન્ન થઈ જતા હોય તો પ્રભાવિત જગ્યાની માલિશ કરવી જાેઈએ. માલિશ કરવાથી બ્લડ સકર્યુલેશન વધે છે. શિયાળામાં માલિશ કરવા માટે સરસવના તેલ, જૈતૂનના તેલ અનેનારિયેળના તેલનો ઉપયોગ કરી શકાય છે. કસરત કરો : શિયાળામાં રોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત ચોકકસ કરવી જાેઈએ, તેનાથી શરીરનું ઓક્સિજન લેવલ વધશે અને બ્લડ સકર્યુલેશન સારું રહેશે.
યોગ અને એરોબિક્સ કરવાથી પણ હાથ-પગની સુન્નતા દૂર કરી શકાય છે. ગરમ પાણીથી શેક કરો : શિયાળામાં હાથ-પગ ગરમ રાખવા અને સુન્ન થતા અટકાવાવ માટે ગરમ પાણીનો શેક કરવો જાેઈએ. ગરમ પાણીથી શેક કરવાથી બ્લડ સકર્યુલેશન વધે છે અને સ્નાયુઓ રિલેકસ થાય છે. આ માટે એક બોટલમાં ગરમ પાણી ભરો અને તેનાથી પ્રભાવિત જગ્યા પર શેક કરો. તમે ઈચ્છો તો ગરમ પાણીમાં મીઠું નાખી તેમાં હાથ-પગ થોડીવાર માટે બોળી રાખો.
ડાયટમાં બદલાવ કરો : શિયાળામાં હાથ-પગ સુન્ન થવાની સમસ્યાને દૂર કરવા માટે ડાયટમાં કેટલાક બદલાવ કરવા જાેઈએ. આ માટે ડાયટમાં વિટામિન બી, બી૬ અને બી૧રનો સમાવેશ કરો આ ઉપરાંત તમારા ડાયટમાં દૂધ, પનીર, દહીં, મેવા, ઓટમીલ, કેળાં, બીન્સ વગેરેનો સમાવેશ કરવો જાેઈએ. હળવદવાળું દૂધ : હાથ-પગમાં ઝણઝણાટ અને સુન્ન થવાની સમસ્યા દૂર કરવા માટે હળદરનું સેવન ચોક્કસ કરવું જાેઈએ. હળદરમાં રહેલ એન્ટિઓક્સિડેન્ટસ બ્લડ સર્કયુલેશન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત હળદરમાં રહેલા તત્વો સોજાે અને દુખાવો ઘટાડવામાં પણ મદદ કરે છે. શિયાળામાં રોજ સૂતાં પહેલા ંએક ગ્લાસ હળદરવાળું ગરમ દૂધ પીવું જાેઈએ.