Western Times News

Gujarati News

મેગેઝીન વાંચવા પડી શકે છે મોંઘાઃ પોસ્ટ વિભાગે અચાનક બુકપોસ્ટ સેવા બંધ કરી

(એજન્સી)નવીદિલ્હી, કોમ્યુનીકેશન મંત્રાલયની અંદર આવતાં પોસ્ટલ વિભાગે બુકપોસ્ટની સેવા બંધ કરી છે. જોકે આ માટે પોસ્ટલ વિભાગે અગાઉથી કોઈ સુચના આપી ન હતી. Reading magazines may be expensive: Postal Department suddenly shuts down Bookpost service

અગાઉ ગ્રાહકો બુકપોસ્ટ સેવા દ્વારા પાંચ કિલો સુધીના પુસ્તકો રૂ.૮૦ માં રજીસ્ટર્ડ બુક પોસ્ટ કરી શકતા ન હતા. અને લાખો લોકો માટે મોઘી કુરીયર સેવા સામે બુકપોસ્ટની સેવા એક આશીવાદરૂપ હતી. પોસ્ટ વિભાગ અચાનક આ સેવા બંધ કરવા પુસ્તક-સામયીક પ્રકાશો અને વાચકોને ફટકો પડયો છે.

પોસ્ટ વિભાગની આ સેવા પાછળ લોકો ઓછા ખર્ચે પુસ્તકોની આપ લે કરી શકે તેવો મુખ્ય ઉદેશ હતો. પંરતુ હવે બુકપોસ્ટની સેવા બંધ થતા ભારતના લાખો ચોપાનીયા પુસ્તકો અને પખાવડીક પર આઅની મોટી અસર વતાશે. નવાઈની વાત એ છેકે આ સેવા જયારે બંધ કરી ત્યારે પોસ્ટલ વિભાગના અધીકારોઅને પણ આ સેવા બંધ થવાનો અણસાર સુદ્ધાં પણ આવ્યો નથી.

આ સેવા બંધ બહુ મોટી નિરાશા છવાઈ ગઈ છે. અત્યાર સુધી એક કિલો રજીસ્ટર બુકપોસ્ટટના એક કિલોનો ભાવ રૂ.૩ર હતો. જે રજીસ્ટર્ડ પાર્સલમાં રૂ.૭૮.થશે. એ જ રીતે બે કિલોના પાર્સલના રૂ.૪પ ના બદલે સધા રૂ.૧૧૬ થશે અને પાંચ કિલોના પુસ્તકોના મોકલવાના હવે રૂ.૮૦ના બદલે સીધા જ રૂ.રર૯ થશે. આમ ત્રણ ગણો ભાવ વધારો પ્રકાશ કે વાંચકોને વેઠવાનો આવશે.

આ ઉપરાંત સેમ્પલ બુક પર પાંચ ટકા ઈમ્પોર્ટ ડયુટીને પણ એક સુધારો લગાવવામાં આવ્યો છે. આ ડયુટી નોન કમર્શીયલ બુકસ પર લાદવામાં આવી છે. ભારતમાં અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ દ્વારા નાના સામયીક, સામાજીક ચોપાનીયતા સામાજીક ન્યુઝ લ ેટર્સ વ્યવહાસયકી અને ઔધોગીક ચોપાનીયા ચાલી રહરયા છે. જેમને બુકપોસ્ટની સેવાને લીધે કેટલાક અંશે સામાજીક ચલાવવા પોસાતા હતા. પરંતુ હવે તેને ચલાવવા વધુ ખર્ચ થશે.

જો કે, પોસ્ટ વિભાગના અધિકારીઓએ આ વાતને આજના આધુનીક સમયમાં કાગળ અને પોસ્ટીગ ને ઈન્ટરનેટના વિકલ્પ સામે બીનજરૂરી દર્શાવતા આ નિર્ણયને યોગ્ય હોવાનું જણાયુું હતું. બુકપોસ્ટની સેવાને કારણે સરકારને કુરીયર સેવાની સામે કેટલાક અંશે ભાર પણ પડતો હતો. તો બીજી તરફ ભારતમાં અનેક સામાજીક સામયીક એવા છે.

જેમના લવાજમાં બુકપોસ્ટના ભાવને આધારે આજીવન સભ્યપદના આધારે ચાલતા હતા તેવા સામયીક હવે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે. ભારતમાં નિયમીત પોસ્ટલ સેવાની શરૂઆત ૧૭૬૬માં રોબર્ડ કલાઈવ દ્વારા કરવામાં આવી હતી. આઝાદી પછી ભારત સરકારે લોકો વધુ વાંચન કરી શકે એ હેતુથી બુકપોસ્ટની સેવાઓના ભાવને નિયંત્રીત કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.