Western Times News

Gujarati News

બળવાખોરોએ માલીમાં રશિયાના ૮૪ ‘ભાડૂતી’ સૈનિકોને નિર્દયતાથી માર્યા

મોસ્કો, રશિયાને આંચકો આપતા માલીના બળવાખોરોએ રશિયાના વેગનર ગ્રુપના ૮૪ સૈનિકોને મારી નાખ્યા છે. માલીના તુઆરેગ બર્બર વંશીય જૂથની આગેવાની હેઠળના અલગતાવાદીઓએ જણાવ્યું હતું કે તેઓ લશ્કરી છાવણીમાં વેગનર લડવૈયાઓ અને માલિયન સૈનિકો સાથે અથડામણ કરી હતી.

લગભગ બે વર્ષથી યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાને માલીમાં મોટો ઝટકો લાગ્યો છે. માલીના બળવાખોરોએ રશિયાના ખાનગી આર્મી જૂથના ૮૪ લડવૈયાઓને નિર્દયતાથી મારી નાખ્યા છે. વેગનર ફાઇટર્સની સાથે માલીની સેનાના ૪૭ સૈનિકો પણ માર્યા ગયા છે.

વેગનર લડવૈયાઓ અને માલીના બળવાખોરો વચ્ચેની આ અથડામણ ૨૫ જુલાઈથી ૨૭ જુલાઈ વચ્ચે અલ્જેરિયાની સરહદ પર થઈ હતી.માલીના તુઆરેગ બર્બર વંશીય જૂથની આગેવાની હેઠળના અલગતાવાદીઓએ જણાવ્યું હતું કે તેઓ લશ્કરી છાવણીમાં વેગનર લડવૈયાઓ અને માલિયન સૈનિકો સાથે અથડામણ કરી હતી, એએફપીએ અહેવાલ આપ્યો હતો.

માલીના અલગતાવાદી ગઠબંધન અઝાવાદે જણાવ્યું હતું કે વેગનર લડવૈયાઓને ભારે જાનહાનિ થઈ હતી અને ૩૦ લડવૈયાઓને કિડાલ શહેરમાં એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકના મોત થયા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા.બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓને સશસ્ત્ર વાહનો અને ટ્રકોની અંદર કેટલાક બળેલા મૃતદેહો પણ મળ્યા હતા.

માલીના બળવાખોરો દાવો કરે છે કે તેમની પાસે વેગનર જૂથના ૭ લડવૈયાઓ અને માલી સરકાર બંધક તરીકે છે. તેણે પોતાના ૯ બળવાખોરોને માર્યાનું પણ કબૂલ્યું છે.અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન જમાત નુસરત અલ-ઈસ્લામ વાલ મુસ્લિમીને વેગનર ગ્રુપ પરના હુમલાની જવાબદારી સ્વીકારી છે.

તેમનો દાવો છે કે આ હુમલો આફ્રિકામાં વેગનર ગ્‰પને અત્યાર સુધી થયેલા નુકસાનનો સૌથી મોટો ફટકો છે.તમને જણાવી દઈએ કે વેગનર ગ્‰પે યુક્રેનમાં રશિયન સરકારની ઘણી વ્યાપક અને ઘાતક સૈન્ય કાર્યવાહીનું નેતૃત્વ પણ કર્યું છે. જો કે, બાદમાં તત્કાલિન વેગનર ચીફે પોતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કર્યાે હતો, જે સફળ થઈ શક્યો ન હતો.

હાલમાં રશિયાની આ ખાનગી સેના આફ્રિકામાં સક્રિય છે. બળવાખોરોએ હુમલો કર્યા બાદ પાંચ સશસ્ત્ર વાહનો, પાંચ પીકઅપ ટ્રક અને અનેક હથિયારો જપ્ત કરવાનો દાવો કર્યાે હતો. વેગનર ગ્રુપનું કહેવું છે કે બળવાખોરોએ રેતીના તોફાનનો લાભ લીધો હતો. આ વાવાઝોડાને કારણે વેગનરના લડવૈયાઓ અને માલીની સેનાને હવાઈ મદદ મળી શકી ન હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.