રૂપિયામાં રેકોર્ડ ઘટાડો, પ્રથમ વખત ડોલર સામે રૂપિયો ૮૨ની નીચે સરકી ગયો

નવી દિલ્હી, ભારતીય ચલણ રૂપિયો આજે વિક્રમી નીચી સપાટીએ આવી ગયો છે અને તેણે પહેલીવાર ડૉલર સામે ૮૨ નું સ્તર પણ તોડી નાખ્યું છે.
આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો ૮૨.૨૨ રૂપિયા પ્રતિ ડોલરના સ્તરે આવી ગયો છે અને તેમાં ૩૩ પૈસા અથવા ૦.૪૧ ટકાનો જબરદસ્ત ઘટાડો જાેવા મળી રહ્યો છે.
ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને કારણે ડૉલરના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તેમાં જાેરદાર ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ કેલેન્ડર વર્ષમાં ભારતીય રૂપિયામાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો જાેવા મળ્યો છે અને વર્ષ ૨૦૨૨માં તે ૧૦.૬૦ ટકા તૂટ્યો છે.
આ વર્ષે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં સતત વધારાને કારણે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને તેના કારણે ઉભરતા બજારોના ચલણની સાથે ભારતીય રૂપિયામાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે.
તેલના આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને વ્યાજદરમાં વધારાની આશંકાથી પણ ભારતીય ચલણ પર નકારાત્મક અસર જાેવા મળી છે અને શરૂઆતના વેપારમાં તે ઘટીને રૂ. ૮૨.૩૩ પ્રતિ ડોલર થઈ ગયો છે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ફોરેક્સ અને બુલિયન એનાલિસ્ટ ગૌરાંગ સોમૈયાએ જણાવ્યું હતું કે મંગળવારે રૂપિયામાં થોડી મજબૂતી જાેવા મળી હતી પરંતુ આજે તે ફરીથી દબાણમાં આવી ગયો છે.
અમેરિકી ડૉલરની મજબૂતીને કારણે રૂપિયામાં ઘટાડો જાેવા મળ્યો. વાસ્તવમાં, યુએસમાં સેવાઓ PMI અને ખાનગી નોકરીઓ પર અપેક્ષા કરતાં વધુ સારા ડેટાએ ડોલરને મજબૂત બનાવ્યો.
સોમૈયાએ જણાવ્યું હતું કે યુરો અને પાઉન્ડમાં પણ ડોલર સામે ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ જાેવા મળ્યું હતું. તેમણે કહ્યું કે હવે આંખો યુરોપિયન સેન્ટ્રલ બેંકની બેઠકની વિગતો પર રહેશે. સોમૈયાએ જણાવ્યું હતું કે યુએસ ડોલર સામે રૂપિયાની હાજર કિંમત ૮૧.૨૦ થી ૮૨.૦૫ની રેન્જમાં રહેવાની ધારણા છે.
જાેકે, ભારત બેવડા પડકારોનો સામનો કરી રહ્યું છે. એક તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે જેના કારણે ક્રૂડ ઓઈલની આયાત કરવા માટે વધુ ડોલર ખર્ચવા પડશે તો રૂપિયાની નબળાઈ મુશ્કેલી વધારવાનું કામ કરી રહી છે.
કારણ કે આયાત માટે વધુ ડોલર ખર્ચવા પડશે. અગાઉ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ ૯૦ ડોલર પર આવી ગયું હતું, જે ફરી બેરલ દીઠ ૯૩.૩૦ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.SS1MS