વધુ એક ભરતી કૌભાંડ બહાર આવ્યું: ઈડર APMCમાં ભ્રષ્ટાચાર
ઈડર એપીએમસીમાં ગેરકાયદેસર ભરતી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત -ભ્રષ્ટાચાર મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદ, ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં આવેલ અનાજ માર્કેટ ખાતે ભરતી પ્રક્રિયા મામલે ચકચાર મચી છે. એક અખબારમાં જાહેરાત આપી સીઝનેબલ હંગામી ધોરણે સ્ટાફની જરૂરિયાત હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૪.૩.ર૪ સુધીમાં અરજી કરવાની જણાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે અનાજ માર્કેટના ચેરમેન દ્વારા આ વાતને વખોડી કાઢતા કહ્યું કે, /recruitment-scam-in-idar-apmc-marketyard
‘આ વાત તદ્દન પાયાવિહોણી અને અમોને બદનામ કરવાની છે.’ આ બાબતે તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં લેખિતમાં અરજી કરી જણાવાયું કે, અનાજ માર્કેટયાર્ડ ખાતે ચેરમેન તેમજ ડિરેકટરો દ્વારા કલાર્ક અને હરાજી કલાર્કની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઈડર ખેતી વાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનના જણાવ્યા મુજબ રવિવારે હું ઘરે જમવા બેઠો છું અને હું મહેસાણા ગયો નથી આતો અગાઉ કરેલ પ્રક્રિયા સંદર્ભે જે એજન્સીને ભરતી પ્રક્રિયા આપવામાં આવી છે તે એજન્સી દ્વારા જેમની અરજી આવી હશે તેમને એજન્સી આપેલ સરનામુ ઉપર બોલાવ્યા હશે. વધુમાં જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા ઈડર ખતેવાડી ઉત્પન્ન બજારના બોર્ડ કરવાની હોય છે એટલે અમારે હાલ પૂરતી કોઈ ભરતી કરવાની રહેતી નથી.
કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈડર એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘની તાલુકા લેવલની મીટીંગ હતી જેમાં ઈડર એપીએમસી માર્કેટમાં ગેરકાયદેસર ભરતી થવાની હોવાની તેમજ તેમાં મોટો ભ્રષ્ટાચાર થવાનો છે તેવી માહિતી મળી હતી ઈડર અનાજ માર્કેટ દ્વારા પૈસા લઈને ખોટી ભરતી કરીને જો આ રીતે કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર કરવામાં આવશે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.