Western Times News

Gujarati News

“પુષ્પા-2” ફિલ્મની સ્ટોરીમાં લાલચંદનની દાણચોરી: જાણો શું છે બજારભાવ

લાલચંદનનો ઉછેર કપરો પણ બજાર ભાવમાં બખ્ખાં-લાલચંદનના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિકિલો રૂ.૪૦ થી ૪પ હજારનો અંદાજ, ગુજરાતમાં જૂજ પ્રમાણમાં ચંદનના વૃક્ષની ખેતી થાય છે ઃ ચંદનના વૃક્ષને તૈયાર થતા ૧૦-૧પ વર્ષનો સમય જાય છે

(પ્રતિનિધિ) અમદાવાદ, લાલચંદન નામ પડતા જ કોઈના પણ કાન સરવા થઈ જાય. હાલમાં જ ધૂમ મચાવી રહેલી પુષ્પા-ર ફિલ્મની સ્ટોરીમાં લાલચંદનની દાણચોરીનો ઉલ્લેખ છે. આપણે લાલચંદનની ઉછેરના સંદર્ભમાં વાત કરવી છે લાલચંદનના વૃક્ષને વાવવામાં ખૂબ જ સમય જાય છે. એક વૃક્ષને તૈયાર થતા ઓછામાં ઓછા અંદાજીત ૧૦ વર્ષ જેટલો સમય જાય છે. એક એકરમાં લગભગ લાલચંદન વૃક્ષના ૪૦૦ થી પ૦૦ ઝાડ લગાવી શકાય છે.

વળી સાથે સાથે એવુ કહેવાય છે કે લાલ ચંદનની ખેતી માટે મે-જૂનનો સમય સૌથી શ્રેષ્ઠ ગણાય છે. સામાન્ય રીતે એવુ તારણ છે કે રેતીલા-બર્ફીલા વિસ્તારમાં લાલચંદનની ખેતી કરી શકાતી નથી. ભારતમાં લાલચંદનની ખેતી મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક તથા બિહારમાં થાય છે.

લાલચંદનના વૃક્ષની માવજત ખૂબ કરવી પડે છે તેની પાછળ સમયનો ભોગ આપવો પડે છે અંદાજે ૧૦-૧પ વર્ષમાં લાલચંદનનું વૃક્ષ તૈયાર થાય છે. આ રાજયોમાં મોટાપ્રમાણમાં લાચંદનના વૃક્ષો આવેલા છે. જેથી ત્યાં લાલચંદનના વૃક્ષોની દાણચોરી મોટાપાયા પર થાય છે. લાલચંદનના લાકડાનું મૂલ્ય રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ જ ઉંચુ જોવા મળે છે અને તેથી જ લાલચંદનના લાકડાની દાણચોરી વધારે થાય છે.

લાલચંદનના વૃક્ષને તૈયાર થવામાં સમય જાય છે પરંતુ જયારે તે ૧૦-૧પ વર્ષમાં પૂણપણે ઉગી જાય છે ત્યારે તેની બજાર કિંમત ખૂબ જ વધી જાય છે. લાલચંદનની લાકડાનું મૂલ્ય પ્રતિ કિલોએ રૂ.ર૦ થી ૩૦ હજાર છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૩૮ થી ૪પ હજાર પ્રતિ કિલોએ બોલાય છે તેવી અટકળો છે અલબત્ત લાલચંદનના ઉંચા ભાવ મળતા હોવાથી તેની દાણચોરી મોટા પ્રમાણમાં થાય છે.

ભારતમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં તો લાલચંદનના વૃક્ષોના જંગલો આવેલા છે. મતલબ ત્યાં જંગલોમાં લાલચંદનના વૃક્ષો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં છૂટક લાલચંદનના વૃક્ષોના ઉછેર થવા લાગ્યા છે. પરંતુ દક્ષિણના રાજયોના પ્રમાણમાં ખૂબ જ નહીવત છે

લાલચંદનના વૃક્ષને તૈયાર થવામાં લાંબો સમય લાગતો હોવાથી અને તેની તકેદારી રાખવી પડતી હોવાથી મોટેભાગે કોઈ તેને ઉછેરવા તૈયાર થતુ નથી. લાલચંદનનો ઉપયોગ કોસ્મેટિક, ફાર્માસ્યુટીકલ પરફયુમ ઈન્ડસ્ટ્રીઝ તથા ધાર્મિક પ્રસંગોમાં પણ થતો જોવામાં આવ્યો છે. લાલચંદન મોંઘુ હોવાથી તેને ખરીદવુ મુશ્કેલ છે તો બજારમાં ઉંચા ભાવ મળતા હોવાથી અમુક રાજયોમાં તેની દાણચોરી મોટા પ્રમાણમાં થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.