રીના રોયની સોનાક્ષી સિંહા સાથે હૂબહૂ શક્લ મળે છે
મુંબઈ, નિયતિએ અભિનેત્રી રીના રોયને જીવનના દરેક તબક્કે અજમાવી. પરિવારના ભરણપોષણ માટે તેણે ક્લબમાં ડાન્સ પણ કર્યો પરંતુ તેણે જીવનમાં હાર ન માની.
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિંહા સાથેના અફેરની સૌથી વધુ ચર્ચા થઈ હતી. પછી બંને છૂટા પડ્યા. રીના રોયે ૧૯૮૩માં પાકિસ્તાની ક્રિકેટર મોહસિન ખાન સાથે લગ્ન કર્યા અને પાકિસ્તાનમાં સ્થાયી થયા, પરંતુ આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં અને માત્ર ૭ વર્ષ પછી બંનેએ ૧૯૯૦માં છૂટાછેડા લઈ લીધા.
રીના રોય પાકિસ્તાનથી મુંબઈ આવી હતી. રીના રોયનું નામ સોનાક્ષી સિન્હા સાથે પણ જાેડાયેલું છે. એ વાત પણ સાચી છે કે બંનેનો લુક મહદ અંશે સમાન છે. ફર્સ્ટપોસ્ટને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં રીના રોયે નિખાલસતાથી જવાબ આપ્યો હતો, ‘આ જીવનના સંયોગો છે. આવું ક્યારેક થાય છે.
ઉદાહરણ તરીકે, અભિનેતા જીતેન્દ્રની માતા અને મારી માતા જાેડિયા બહેનો જેવી લાગે છે. રીના રોયે ‘અપનાપન’, ‘અર્પણ’, ‘જાની દુશ્મન’, ‘કાલીચરણ’ અને ‘નાગિન’ જેવી સુપરહિટ ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને અચાનક છોડી દેવાના સવાલના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘હવે શું કરવું, ભાગ્ય સામે કોઈ કંઈ કરી શકે નહીં. જ્યારે હું ૧૩ કે ૧૪ વર્ષની હતી ત્યારે મેં ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.
મેં બીઆર ઈશારાની ફિલ્મ જરૂરતથી શરૂઆત કરી હતી. નાનપણથી જ મને ડાન્સિંગ અને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો. ઘરમાં તે કલાકો સુધી અરીસા સામે ઉભી રહીને ડાન્સ કરતી અને એક્ટિંગ કરતી, જેના કારણે મારી માતા નારાજ થતી હતી.
અભિનેત્રીએ આગળ કહ્યું, ‘ગોપી કૃષ્ણજી મારા પડોશમાં ડાન્સ ક્લાસ ચલાવતા હતા, જ્યાં હું ઘરેથી ભાગી જતી હતી. બાદમાં મારી માતા મને આ કરવા દેવા માટે સંમત થઈ. રીના રોયે ઘણી ફિલ્મોમાં ‘સેક્રિફિંગ લવ’ની ભૂમિકાઓ ભજવી હતી.
એકવાર તેની માતાએ તેને આવા રોલ કરતા રોક્યા હતા. આ વિશે અભિનેત્રી કહે છે, ‘માએ કહ્યું હતું કે બેટા, આવી બલિદાનની ભૂમિકા ન કર. તમારું જીવન પણ વાસ્તવિકતામાં એવું ન બની જાય. SS1SS