Western Times News

Gujarati News

રીનલ ફાઉન્ડેશન અને રેડીયો રાજકોટ દ્રારા અંગદાન જાગૃતિ નાટક’ કાર્યક્રમનું આયોજન

વિશ્વ અંગદાન દિવસ• નિમીતે ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન અને રેડીયો રાજકોટ દ્રારા અંગદાન જાગૃતિ નાટક કાર્યક્રમનુંઆયોજન લોકવિજ્ઞાન કેન્દ્ર, રેસકોર્ષ ખાતે કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહ, મિતલ ખેતાણી (પ્રમખશ્રી–એનીમલ હેલ્પલાઈન), રેડિયો રાજકોટના સ્ટેશન ડિરેક્ટર સંજય મહેતા, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, બ્રહમાંડ ફાઉન્ડેશનના ડેનિસભાઈ આડેસરા, જયંતીભાઈ પટેલ, લોકવિજ્ઞાન કેન્દ્રના ડો. રમેશભાઈ ભાયાણી, આર.જે ચાંદની , આર.જે પ્રિયાંક અને આર.જે દેવયાની, ઈન્ટાસ ફાઉન્ડેશનના પજાબેન ભટ્ટ, માધાભાઈ સખીયા,

જાગૃતિબેન ખીમાણી, અશ્વિન ગોહેલ (પ્રોગ્રામ ઓફીસર ઈન્ડીયા રીનલ ફાઉન્ડેશન) ઉપસ્થિત રહી “વિશ્વ અંગદાન દિવસ‘ વિશે પોતાનું માર્ગદર્શન આપ્યું હતું જેનો ૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો.

ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન એ સમગ્ર ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, ભુજ, વિસનગર,સિંહોર, નવસારી, ઘોઘા, ઉંઝા સહિતના શહેરોમાં છેલ્લા ૨૨ વર્ષથી કામ કરતી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય લક્ષી સંસ્થા છે. જે ત્રિલોકભાઈ આર. પરીખ (ચેરમેનશ્રી– ઇન્ડિયાઃ રીનલ ફાઉન્ડેશન)ના માર્ગદર્શન હેઠળ સંસ્થા કાર્યરત છે.

આ સંસ્થાનો પ્રમખ ધ્યેય સમાજમાં લોકોને કિડની વિશે જાગૃતિ લાવવાનો, કિડનીની નિષ્ફળતાના દર્દીઓની સેવા કરવી, કિડનીના રોગો ન થાય તે અંગેની જાગૃતિ ફેલાવવી, દર્દીઓનું પર્વઃવસન, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પ્રયત્નશીલ રહેવાનું છે. આ ઉપરાંત આ સંસ્થા દ્વારા સ્વાસ્થયના ક્ષેત્રમાં જુદા જુદા કાર્યો કરી રહી છે.

જેમા ગરીબ દર્દીઓને મદદ કરવાથી માંડીને હોસ્પીટલમાં દર્દીઓને ડાયાલીસીસ કરતાં ટેકનીશ્યનો માટે પણ શિબીરો દ્વારા દર્દીઓને ડાયાલીસીસ સમયે દર્દીઓને કઈ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે વગેરે બાબતો અંગેના સેમીનારો યોજવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા જીવનદાન કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાત મંદ કિડનીના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરવાનું ઉમદા કામ કરી રહી છે

જેના ભાગરૂપે સંસ્થા દ્વારા ઓગષ્ટ-૨૦૧૮ થી ડાયાલીસીસ સેન્ટર સંચાલીત છે. જેમાં જર્મન કંપનીના હિમોડાયાલીસીસ મશીન છે. જેમાં ૩૫ જેટલા દર્દીઓ સારવાર લેવા માટે આવી રહયાં છે. અને મહીનાના ૩૦૦ થી ૪૦૦ ડાયાલીસીસ થાય છે. આ ડાયાલીસીસ સેન્ટર શ્રી ફ્રિષ્ના સાર્વજનીક હોસ્પીટલ હિંમતનગર ખાતે સંચાલીત છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનનાં એડવાઈઝર મિતલ ખેતાણી તથા પ્રોગ્રામ ઓફીસર અશ્વીન ગોહેલે જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.