ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક પ્રેસિડેન્ટ તટરક્ષિકાએ “નારી શક્તિ – સ્વચ્છતા સે સુરક્ષા તક” અભિયાનનો પ્રારંભ કરાવ્યો

અમદાવાદ, દેશ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે, ભારતીય તટરક્ષક દળ (ICG) દ્વારા સમુદ્રના બીચોની સ્વચ્છતા અને સુરક્ષાના ઉદ્દેશ સાથે “નારી શક્તિ – સ્વચ્છતા સે સુરક્ષા તક” અભિયાનનો આરંભ કરવામાં આવયો છે. REGIONAL PRESIDENT TATRAKSHIKA (NORTH WEST), INDIAN COAST GUARD
FLAGS OFF CAMPAIGN “NARI SHAKTI – SWACHHTA SE SURAKSHA TAK”
જે આ તેના નામ મુજબ સાર્થક થાય તે સુનિશ્ચિત કરવા માટે માછીમાર મહિલાઓને સમાવતી અનોખી પહેલ છે. 03 ઑગસ્ટ 2022ના રોજ ગાંધીનગરમાં આવેલા સ્વર્ણીમ પાર્ક ખાતે પ્રાદેશિક કમાન્ડરની ઉપસ્થિતિમાં પ્રાદેશિક પ્રેસિડેન્ટ તટરક્ષિકા (ઉત્તર પશ્ચિમ) શ્રીમતી કવિતા હરબોલા દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત, 03-06 ઑગસ્ટ 2022 દરમિયાન ICG કર્મીઓની ધર્મપત્નીઓ અને મહિલા અધિકારીઓ ગુજરાતના દરિયાકાંઠાઓનો પ્રવાસ કરશે અને ગુજરાતના મુખ્ય માછીમારી વિસ્તારોની મુલાકાત લઇને મહિલાઓ સાથે સંવાદ કરશે અને તેમજ સુરક્ષિત સમુદ્ર, બીચની સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે તેમને સમજણ પૂરી પાડીને આ બાબતે સંવેદનશીલ કરશે.
03 થી 06 ઑગસ્ટ 2022 સુધીના આ અભિયાન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના લગભગ 1200 કિમીના વિસ્તાર અને રસ્તામાં આવતા ગામડાઓને આવરી લેવામાં આવશે, તેમજ 17 સપ્ટેમ્બર 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય સમુદ્રકાંઠા સ્વચ્છા દિવસ સુધીમાં યોજનારી વિવિધ પ્રવૃત્તિઓની શ્રેણીમાં આ શરૂઆત છે. ગુજરાત મત્સ્યઉછેર વિભાગ અને ગુજરાત સમુદ્રી પોલીસ પણ આ અભિયાનમાં ભાગ લેશે. લાયન્સ ક્લબ ગાંધીનગર અને મેસર્સ મૂડ ઓફ વુડ, ફર્નિચર હાઉસ દ્વારા આ ઉદ્દેશ માટે તટરક્ષિકાઓને સમર્થન આપવામાં આવી રહ્યું છે.