અમિતાભ બચ્ચનના શૉ KBC 15નું રજિસ્ટ્રેશન શરૂ
મુંબઈ, બીગ બી અમિતાભ બચ્ચન ફરી કોન બનેગા કરોડપતિની ૧૫મી સિઝન લઈને આવી રહ્યા છે. એટલે તે ઓ ફરી ટેલિવિઝન સ્ક્રિન પર દેખાશે. સારા સમાચાર એ છે કે, આ શૉમાં ભાગ લેવા માગતા દર્શકો માટે કેબીસીની ૧૫મી સિઝન માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ સીઝન માટે શનિવાર રાતથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચને પોતે આ માટેની જાહેરાત કરી હતી. તો આવો જાણીએ કઈ રીતે કેબીસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો.
૮૦ વર્ષીય અમિતાભ બચ્ચનમાં આજે પણ યુવાનોને શરમાવે તેવી એનર્જી છે. તેઓ ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જાેવા મળે છે. ત્યારે હવે તેમણે ટિ્વટર પર માહિતી આપતા જણાવ્યું હતું કે, કેબીસીની સીઝન ૧૫ માટે રજિસ્ટ્રેશન ૨૯ એપ્રિલના રાતે ૯ વાગ્યાથી શરૂ થઈ ગયું છે. Registration of Amitabh Bachchan’s show KBC 15 has started
આ ટ્વીટની સાથે જ ફેન્સ કેબીસી માટે આતુર થઈ ગયા છે. જ્યારે યુઝર્સ તો એ શોધવામાં પણ વ્યસ્ત થઈ ગયા હતા કે, કેબીસીમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે. તો આવો જાણીએ તે અંગેના સ્ટેપ્સ. કેબીસી ૧૫ માટે રજિસ્ટ્રેશન કરવાની ૨ રીત છે. પહેલું તો તમે એસએમએસથી રજિસ્ટ્રેશન કરાવી શકો છે.
T 4631 – #KBC15 Registration starts from 29 th April .. @9PM @SonyTV https://t.co/hWTaL54sSE
— Amitabh Bachchan (@SrBachchan) April 28, 2023
બીજું તમે એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકો છે. તો પહેલા જાેઈએ મેસેજમાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશો. મેસેજમાં કેબીસી ટાઈપ કરો. પછી સ્પેસ દબાવીને સાચા પ્રશ્નનો જવાબ લખો. પછી સ્પેસ દબાવો અને તમારી ઉંમર લખો. ત્યારબાદ વધુ એક સ્પેસ આપો અને મેલ/ઈમેલ/ઓ લખો. ત્યારબાદ ૫૦૯૦૯૩ નંબર પર તેને મોકલી દો. જાે એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવા માગતા હોવ તો, સૌપ્રથમ પ્લે સ્ટોર પરથી સોની લિવની એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્યારબાદ પોતાનો ફોન નંબર લખીને એપમાં લોગઈન કરો. પછી કેબીસી રજિસ્ટ્રેશન પેજ પર જાઓ. અહીં પ્રશ્ન અને ઓપ્શન આપ્યા હશે. પ્રશ્નના સાચા જવાબ પર ક્લિક કરો.
જાેકે, તમને એમ થશે કે, પ્રશ્ન એટલે કયા પ્રશ્નનો જવાબ લખીને મોકલવાનો છે. અમિતાભ બચ્ચને કેબીસી ૧૫મી સીઝનના રજિસ્ટ્રેશન માટે એક પ્રશ્ન પણ જણાવ્યો હતો. તેનો જ જવાબ લખીને મોકલવાનો છે. તે પ્રશ્ન છે, વર્ષ ૨૦૨૩માં પ્રજાસત્તાક દિવસ પરેડમાં મુખ્ય અતિથિ રહેલા અબ્દેલ ફતહ અલ સિસી કયા દેશના રાષ્ટ્રપતિ છે? તેના ઓપ્શન છે. એ. સાઉદી અરબ, બી. ઈરાન, સી. મોરક્કો અને ડી. મિસ્ર. એબીસીડી ચારેય ઓપ્શનમાંથી એક સાચો જવાબ લખીને મોકલી દેતાં તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો.SS1MS