એચ-૧બી વિઝા માટે સાત માર્ચથી નોંધણી શરૂ થશે
વોશિંગ્ટન, અમેરિકામાં ગેરકાયદેસર લોકો પર ગેરકાયદેસર ડિપોર્ટેશનનો કોરડો વીંઝાઇ રહ્યો છે ત્યારે તેની વચ્ચે એચ-૧બી વિઝા પર મર્યાદાની નોંધણી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સાત માર્ચથી શરૂ થશે અને ૨૪ માર્ચે પૂર્ણ થશે.
આ વર્ષે એચ-૧બી વિઝા અરજીઓને સ્પોન્સર કરતી કંપનીઓને ઇ-રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે વધુ ફી ચુકવવી પડશે તેવો અહેવાલ છે. ફી વધારા બાદ આ વર્ષની ફી લાભાર્થીદીઠરપ ૧૨૫ ડોલર છે.
જે ગત વર્ષની ૧૦ ડોલરની ફી કરતાં વધુ છે. એચ-૧બી વિઝા કાર્યક્રમની અખંડિતા વધારવા માટે અગાઉની અમેરિકાની સરકાર દ્વારા આ પ્રયાસો હાથ ધરાયા હતા. આ લાભાર્થી કેન્દ્રિત અભિગમ પહેલા નોંધણી અને લોટરી પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાયો હતો.
હવે તે ૨૦૨૬માં પણ આગળ ધપાવવામાં આવશે. એક અહેવાલ મુજબ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)ને એચ-૧બીની ૮૫,૦૦૦થી વધુ નોંધણી મળશે. જે વાર્ષિક મર્યાદાથી વધુ છે.
એ પછી યુએસસીઆઈએસ વાર્ષિત ૬૫,૦૦૦ની મર્યાદાને પહોંચી વળવા માટે પૂરતા લાભાર્થીઓને પસંદ કરવા માટે નોંધણી અવધિના અંતે લોટરી સિસ્ટમ મુજબ પ્રક્રિયા હાથ ધરશે.આ પ્રક્રિયા શરૂઆતમાં પસંદ નહિ કરાયેલા યુએસ એડવાન્સ્ડ ડિગ્રીધારકોની નોંધણીની એ જ માંથી કામચલાઉરીતે પસંદગીની પ્રક્રિયાને જ અનુસરશે. આનાથી તેમને લોટરી પ્રક્રિયામાં બીજો શોટ મળી રહેશે.SS1MS